પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.પુસ્તક મેળવવાનું ઠેકાણું :-

"ગુજરાતી" પ્રિન્ટિંગ પ્રેસ,
સાસુન બિલ્ડીંગ,
એલ્ફીન્સ્ટન સર્કલ, કોટ, મુંબઈ નં ૧(સર્વ હક્ક પ્રકાશકોને સ્વાધીન રાખ્યા.)(બીજા પાના ઉપર આપેલા અંગ્રેજી ઉતારાનો ભાવાર્થ)

અર્થ - એક સુશીલ પત્ની પોતાના પતિને છેલ્લી શ્રેષ્ઠ ઈશ્વરી બક્ષિસ છે - તે તેનો પાર્ષદ છે તથા તેના તરફની અસંખ્યની દયાની દાતા છે -અસંખ્ય સદ્‍ગુણો ભરેલું તેનું મણિ છે - તેના અલંકારોનો ખજાનો છે; - તેનો સ્વર, એક મધુર ગાયન જેવો છે; - તેનું મધુ મધુ હાસ્ય, તેનો ચક્ચકિત દિવસ છે - તેનું ચુબન, તેના આદર્શપણાનો રક્ષક છે - તેના હસ્તકમળ, તેના નિર્ભયપણાનો કોટ છે, તેના આરોગ્યનું અમી છે તથા તેના જીવિતનો અમૃતરસ છે - તેનો ઉદ્યોગ, એ તેની શાશ્વત સંપત્તિ છે - તેની કરકસર, એ તેનો અત્યંત પ્રમાણિક કારભારી છે - તેના અધરોષ્ઠ, તેના વિશ્વાસુ સલ્લાહકારો છે - તેનું ઉર, તેની જંજાળોનું કોમળ ઓશીકું છે - અને તેની પ્રાર્થના, એ તેના પર પ્રભુના આશીર્વાદ વરસાવનારો શક્તિમાન્ પ્રતિપાળક છે.

જેરીમી ટેલર.