પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ગંગા–ગુર્જર વાર્તા

મનમાં ને મનમાં બબડ્યા કે, “આ કાળની વીશનખીઓ જે નહિ કરે તે એાછું ! અાંખનાં ચણીયાંરાં નચાવી, મુઆઓને ગડદાપેચ કરી નાંખે છે !”

કિશેાર સ્નાન માટે ગયો. ગંગા પતિસેવા કરવે જ ઉજમાળી હતી એમ નહિ, પણ તે આખા કુટુંબમાંજ એક રત્ન હતી. ગુણવંતી ગંગા, એ તેનું નામ યથાર્થ હતું. સાસુસસરાની સેવા બજાવવાને માટે પણ તે તત્પર રહેતી હતી. કામ ધંધામાં ચપળતા - ચંચળતા સાથે કામનો ઉકેલ પણ સારો હતો. તે જ્યારે ત્યારે નવરી જણાતી, છતાં કદી ઘરનું કામ બાકી રહેતું નહિ. એની જેઠાણી કરતાં એ બમણું ત્રમણું કામ કરતી હતી. લલિતાગવરી આવાં લડકણાં અને કજીયાખોર હતાં, તોપણ તેમને ભાગે એક પણ કામ કદીપણ આવવા દેતી નહિ. જ્યારે તેઓ કજીયો કરીને કામ કરે ત્યારે ગુણવંતી ગંગા નિરુપાય થતી હતી.

સ્નાન કરવામાં જરૂરના સાબુ વગેરે માર્જનના પદાર્થો પતિ માટે મૂક્યા હતા, ને ઉનું ઠંડું પાણી આપવા માટે તે પતિપાસે ઉભી રહી હતી. જેવો કિશેાર દીવાનખાનામાંથી સ્નાન કરવા ઉઠ્યો કે, પછાડી લલિતા પણ ઉઠી. તે નહાવાની ઓરડીથી નજીક દૂરથી શી શી વાત થાય છે તે સાંભળવા ગઈ. કિશેારને સ્નાન કરવાની ઉત્તમ પ્રતિની ગોઠવણ જોઈ તે મનમાં બળી ઉઠી. પણ આવી બાબતમાં બેાલવાથી કશો લાભ નથી, એમ જાણીને તે ચૂપ રહી. સુગંધી પદાર્થ તથા સાબુ જોઈને તેના મનમાં થયું કે, 'આ સઘળો રોપ ગંગાના બાપના ત્યાંનો પૈસો છે માટે જ કેની ! આપણા ઘરમાં એ સઘળું નહિ જોઈએ !' એવા વિચારથી, પોતાના ધણીને સમજાવવાનો વિચાર કીધો; ને તે પાછી ફરી. પછી કિશેારના ખાનગી ઓરડાથી થોડે દૂર જઈ તે બેઠી. કિશેાર સ્નાન કરીને પોતાના ઓરડામાં આવ્યો. તરત પછાડી ગંગા પણ આવી. કિશેારે શરીર લૂછી સાફ કીધું, તેટલામાં ગંગાએ નાની ટેબલપર માથામાં ઘાલવાને હેરડુશ તથા આરસી કાંસકી તૈયાર કરી મૂક્યાં. નવાં લૂગડાં કાઢવાનાં હતાં તે પણ તૈયાર રાખ્યાં, ને વાળ સાફ કરીને કિશેાર તૈયાર થયે।