પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫
ગંગાની પતિપ્રત્યેની રીતભાત

કે તેના હાથમાં ખમીસ, પાટલુન, જેકેટ, કોટ, પાધડી, રુમાલ એમ એક પછી એક આપ્યાં. રુમાલપર સાધારણ સુગંધી પદાર્થ પણ છાંટ્યો હતો. મોજાં અને સાફ કરેલા બૂટ ઇઝીચેર નજીક લાવી મૂક્યાં. કિશેારે પોતાનો પોશાક ક્ષણવારમાં પહેરી લીધો. આ પહેર્યા પછી એક ચીઠ્ઠી લખવાને તે ટેબલ પર બેઠો, કે હેઠળ ચાહ તૈયાર થઈ હતી તે ગંગા જઈને ઉતાવળી ઉતાવળી લઈ આવી; કિશેાર ચાહ પી, પાન ખાઈ પોતાના ઓરડા બહાર નીકળ્યો, કે ગંગાએ તડકા છત્રી આપી. તે લઈ પોતાને કામે ગયો. જતાં જતાં બંનેએ એકેક પ્રત્યે હાસ્યનું નેત્ર ફેંક્યું. તરત ગંગા હેઠળ કામકાજ કરવાને ઉતરી પડી.

આ સઘળું એક અડધા કલાકમાં બન્યું હતું. લલિતા-કજીયાખોર સાસુજી એક ખૂણામાં ભરાઈ. બિલાડી પેઠે છૂપાઈને આ સઘળું જોતાં હતાં, ને મનમાં હજારો ગાળો દઈ બડબડાટ ને ફડફડાટ કરતાં હતાં. જો તેમનું ચાલે તો આ માટે અાંખ ચીરી વહુને મારી નાંખે, પણ તેમનો ઉપાય નહોતો. કિશેાર ને ગંગા ગયા પછી ગૃહિણી હેઠળ ઉતર્યા. તેઓ સ્નાન કરવા ગયાં કે ગંગા તેમને પાણી આપવા ગઇ, ને જેવો પાણીનો લોટો લીધે કે, તરત આપણાં સર્પણી સ્વભાવનાં સાસુજીએ સહજ પણ અસંતોષના કારણ વગર, એકદમ પોતાનો ક્રોધ ભરેલો ચેહેરો બતાવ્યો ને કહ્યું: “શંખણી, મારે પાણી નથી જોઈતું, મારા હાથ પગ સલામત છે. તું આપશે તો જ શું હું નાહીશ, નહિતો નહિ નહાઉં કે ? જા તારા માટીની ચાકરી કર.”

ગુપચુપ ગંગા લોટો મૂકીને ચાલી ગઈ અને સાસુજી પોતાની ધારણામાં નિષ્ફળ થયાં, તેઓ વધુ ચીઢવાયાં. આડાઅવળા બે ચાર લોટા ઢોળીને મૂષળ સ્નાન કરી લીધું, ને પાછાં લડવાને તૈયાર થયાં. ખરેખર આજનો દહાડો ગંગાને માથે તો ભારે હતો. તે બાપડીનો વાંક શો ? એટલો જ કે તે પોતાના પતિને અત્યંત ચાહતી હતી, તેની સેવામાં સદા તત્પરની તત્પર રહેતી હતી. તેનો પતિ પણ પોતાની