પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
લગ્નસરા

તેનું નામ મોતીભાઈ હતું, તેમની ધણીઆણીએ સૌનો સારો આદર- સત્કાર કીધો, ને જમી આવ્યાં છે કે ભૂખ્યાં, તે માટે સવાલ પૂછ્યો. સૌ જમી આવ્યાં જાણી દિલગીર થઈ બે ચાર ઠપકાના શબ્દો કહી વસંત આપવા માટે ગયાં. વસંત આપવા જતી વેળાએ મહેણાં ટોણાંનાં ગીતો બંને વહેવાઈઓ તરફથી ગવાય છે. ઘણાં બૈરાંઓ તેમાં હોંસથી ભાગ લે છે. વહેવાઈને ત્યાં જઈને બેઠા પછી ફલાણી વહુને આમ ને ધીકણી બાઈને તેમ, એમ પરસ્પર એક બીજાનાં સગાંઓની ટોળ મશ્કરી થાય છે. આ વસંતમાં કંઈ તેવું થોડું નહોતું. કન્યાને વસંત ચઢાવ્યા પછી અરસપરસ અબીલ, ગુલાલ ઘાલવામાં આવે છે, તેમાં વહુવારુને માથે પિસ્તાલ પાડવામાં આવે છે. મોતીલાલના ઘરની વહુવારને રંગ ઘાલવા પછી તુળજાને માથે ગુલાલ ઘાલવાને વહેવાઈને ત્યાંની એક વહુવારુ આવી; તેને શોક હોવાથી ના પાડી. ગંગાને માથે એકદમ છાનામાના જઈને ગુલાલ ઘાલવાનો વિચાર કીધો, પણ ગંગાએ એક બે વિનયના એવા તો સરસ શબ્દ કહ્યા કે મજાક કર નારી આ વહુવારુ શરમાઈ ગઈ. આ બાઈ શીખેલી હતી, ને તેને સારું ભણતાં આવડતું હતું; પણ ગણેલી નહોતી. વિવેક મર્યાદા જરા પણ નહિ, તેના ભણવાનું તેણે જરા પણ સાર્થકય કીધું નહોતું. પણ ઉલટું કઢંગી રીતભાતથી તેનું ભણવું વગેાવાતું હતું. સાસુ સસરા સાથે ઘડી અને પળે લડી પડતી હતી ને ઘરેણાં ગાંઠાં માટે ધણીને દમતી હતી. જેવી તે ગુલાલ નાખવા આવી કે ગંગાએ એટલું જ કહ્યું કે, “તમને એ ઘટે નહિ, ભણ્યાનું સાર્થક્ય એ જ કે જંગલી જેવાં ગાંડાં થવું?” પેલી શરમાઈને પાછી ચાલી ગઈ.

ગંગાની તે વેળાની બોલવાની રીતભાત જોઈ, તથા જે રીતે ગુલાલ નાખવા આવનારી મણીવહુને શરમાવી નાખી તે જોઈને ન્યાતનાં બૈરાંઓ છક થઈ ગયાં. સૌ ગંગાની રીતભાત તથા વિવેક મર્યાદાની જ વાતો કરવા લાગ્યાં ને ઘણે મોટે ભાગ તેની વર્તણુકના