પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
અજાણ્યો પરોણો

ગણેલી ડાહી છોકરી હતી, તથાપિ આ વેળાએ આ અજાણ્યા પરોણાને જોઈને તે ઘણા પ્રકારના વિચાર કરવા લાગી. કિશોરલાલના ઓરડામાં આ અજાણ્યા પરોણો પોતાની કોલેજ સંબંધી વાતચીત કર્યો જતો હતો. તેણે હાલમાં ચાલતા સુધારાવિષે પણ કેટલીક વાતચીત ચલાવી, ને તેમાં બાળવિધવાનાં દુ:ખો સંબંધી કેટલીક વાત કીધી. જુવાન માણસો આવી વાતચીતમાં બહુ શૂરા હોય છે. પણ તેમને ખબર હોતી નથી કે તેનાં પરિણામો કેવાં થાય છે. કિશોરલાલે આ વાતચીત પર પૂરતું લક્ષ આપ્યું; તથાપિ પોતાનો વિચાર પ્રત્યક્ષ રીતે બતાવ્યો નહિ.

કિશેારલાલનો આ તરુણ મિત્ર વયે હજી વીસ વર્ષનો ખૂબસૂરત અને કાવલા ઘાટનો હતો. તેના મોંનો ચહેરો મન આકર્ષે તેવો હતો. હજી સુધી તેણે લગ્ન કીધું ન હતું, ને તેને લગ્ન કરવાનો ઈરાદો પણ ન હોતો, અથવા હશે તોપણ તે કોઈના જાણવામાં ન હોતો. તે કુલીન માબાપનો તથા વાણિયાની ઉત્તમ ન્યાતનો હતો. તેના વિચાર સ્ત્રીઓ માટે ઘણા વિલક્ષણ હતા. ને તે પરણવામાં સુખ નથી, પણ દુ:ખ છે એમ માનતો હતો. ઘણી વેળાએ તેનાં માબાપ તથા ભાઈ ભાંડુઓએ ઘણો ટોક્યેા હતેા પણ કશી દરકાર રાખી નહોતી.

બંને મિત્રો એકેક પ્રત્યે પ્રેમભાવથી વાતચીત કરતા હતા, તેટલામાં કમળીએ ભાઈને માટે ચાહ લાવીને મૂકી. બે પ્યાલા મૂક્યા તેમાંથી એક કિશોરે લઈને બીજો આ અજાણ્યા પરોણાને આપ્યો. કમળીને જોતાં આ મિત્રને કંઈ અજાયબ રીતની કરુણા છૂટી. તેને મનમાં આ બા૫ડીની દયા લાગી આવી ને વિચાર્યું કે આવી કુમળી વયમાં વિધવાપણું વેઠવું એ ઘણું સંકટકારક છે.

કમળીને જોતાં આ અજાણ્યા પરોણાને જે દયા છૂટી, ને મોંપર પ્રસ્વેદનાં ટીપાં બંધાયાં તે કિશેારે જોયાં. એક બીજાએ એ બાબત કંઈ પણ દરકાર રાખી નહિ. આ પરોણાનું નામ મોતીલાલ હતું, ને તે કેટલાક દિવસ આ ઘરમાં મુકામ કરનાર હતો. તેના મનમાં પહેલે