પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
ગંગા–ગુર્જર વાર્તા


કમળીએ કંઈ પણ જવાબ દીધો નહિ.

“જો તમારી સંપૂર્ણ મરજી હોય તો કિશેાર ને હું તમને સારી રીતે મદદ કરી શકીશું. પણ જો તમારી ઇચ્છા ન હોય તો તે પ્રમાણે સ્પષ્ટપણે જણાવશો, ને પછી ઈશ્વરભજનમાં કાળ ગાળો એટલે કશી હરકત નથી. પણ રોજ રોજ શરીરપર તવાઈ લાવવી ને હમણાં જેમ તમારી આંખેામાંથી નવધાર આંસુ વેહેતાં હતાં તેમ શું રોજ રોજ એક તમારો પ્રિય ભાઈ જોઇ શકે ?”

“નહિ જ!” કમળીએ ધીમેથી ઉત્તર દીધો.

“ત્યારે ઉપાય શું? કોઇપણ સારો માર્ગ લેવાવો જોઇએ, કે જેથી તમારી તરફથી સૌ નિશ્ચિંત થાય.”

“એ સૌ ખરું ભાઇ, પણ એમાં કોઇનું ચલણ નથી. ઉપાય એમાં છે જ ક્યાં ? કિશોરભાઈ ક્યાં અજાણ્યો છે ?” નીચી નજરે કમળીએ આંસુ વર્ષાવતાં કહ્યું.

“એ બાબતમાં એક ઉપાય છે. મને તથા કિશેારને વિચાર કરતાં એમ જણાય છે કે તે શિવાય બીજો ઉપાય નથી.”

કમળી ચુપ જ રહી.

“મારા કહેવાથી કંઇ અંદેશો આણશો નહિ.” તેણે પોતાનું બોલવું જારી રાખ્યું. “આ ઘણા અવનવા બનાવની વાત સાંભળતાં જ કોઇ પણ માણસ ચમકી જાય, પણ શાસ્ત્રાજ્ઞા તથા બીજા સંબંધો જાણ્યા પછી ઘણા આપ્તજનો પણ એવી બાબતો પસંદ કરશે. પહેલાં તમારી મરજી જાણવાની જરૂર છે, પછી ઉપાયની યોજના ઘડીએ. તમને કંઈ હરકત છે બેહેન ?"

“હા !” ઘણી ધીમેથી કમળી બેલી, “તત્કાળ ઉતાવળે કંઈપણ સાહસ કરવું ઠીક નહિ, પણ–”

“પણ શું? હજી તમે નક્કી વિચારપર આવ્યાં નથી ! ક્ષણભર ફરી વિચાર કરો, જેટલું તમારે માટે અમે જોઇયે છિયે તેટલું તમે