પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૬૪


પ્રકરણ ૧૦ મું
કમળીના વિચાર

પાકલાક-વીસ મિનિટ સહજમાં ચાલી ગઈ, ને કમળી પોતાના મન સાથે મોતીલાલ, ગંગા ભાભી અને પોતાનો વિચાર કરતી ગુમ થઇને બેઠી હતી. કોઈએ પણ આ શાંતિમાં ભંગાણ પાડ્યું નહિ. મોતીલાલ સાથે જે વાતચીત થઈ તેથી તે ઘણી વિસ્મય પામી ને રખેને આ વાતની અંદર કંઈ ભેદ હોય એમ વિમાસણ કરવા લાગી. ઘડી ઘડીમાં તેના કાનને ભણકારા વાગતા કે રખે કોઈએ એ વાત સાંભળી હોય ને તે દબાવાને આવતું હોય ! કાન ધરીને કોઈના આવવાનો અવાજ તે સાંભળતી હતી, પગલાં સંભળાતાં હતાં, પણ વળી તે હવામાં ઉડી જતાં હતાં. પણ તેટલામાં કોઈ નજીક આવી પહોંચ્યું. અંધારું હતું તેથી થોડીવાર તે કોણ છે તે જણાયું નહિ, પણ જ્યારે તે નજીક આવ્યું ત્યારે કમળી ખુશી થઈ. આ વેળાએ તેની વહાલામાં વહાલી ગંગા ભાભી તેની નજીક આવીને ઉભી રહી.

“મોટી બેહેન, કેમ એકલાં બેઠાં છો ?” આવતાંને વાર એકદમ ગંગાએ સવાલ કીધો. કમળી કંઈ પણ તે ક્ષણે બોલી શકી નહિ. તરત ગંગાએ તેના મોં તરફ નજર કરી તો માલમ પડ્યું કે તેની આંખમાંથી ડબક ડબક આંસુનો ધોધવો વહી જતો હતો. “શું છે મોટી બેહેન? કાં એમ રડો છો ? કોઈએ તમને કંઈ કડવો સુકન કહ્યો કે શું ? તમારી સઘળી હકીકત મને જણાવો, હું તેનો ઇલાજ કરીશ. એમ રડવે ક્યાં સુધી પાલવશે ?”

પછી બન્ને હેઠળ ઉતરી વાડીમાં ગઇ. વાડીમાં એક બાંક હતો. તેનાપર બન્નો બેઠી. ડુસકાં ખાતાં ખાતાં કમળીએ પોતાની હકીકત કહી. મોતીલાલ રખેને પેચ રમીને ગયો હોય એમ પોતાનો વિચાર બતાવ્યો. મોતીલાલના વિચાર તથા તેની કમળી તરફની મમતા સ્વચ્છ હતાં, ને તે વેળાએ એણે જે જે વિચાર બતાવ્યા તે માત્ર કમળીના