પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫
કમળીના વિચાર

કલ્યાણ માટે જ હતા એમ જ્યારે ગંગાએ જાણ્યું ત્યારે તે ઘણી રાજી થઇ. ઘણો વખત બન્ને વચ્ચે વાતચીત થયા પછી ગંગાએ માત્ર એટલું જ જણાવ્યું કે “આ બાબત કંઈ જેવી તેવી નથી. એ બાબત પર ઘણી સારી રીતે વિચાર થવો જોઇએ. આ બાબત કોઇના જાણવામાં આવે તો પણ ઘણું વિપરીત પરિણામ થાય.” તરતને માટે કંઇપણ બોલ્યા વગર બન્નેએ પોતપોતાના વિચાર મનમાં જ સમાવ્યા.

“જો આ વિચાર સાસુજી જાણશે તો ખચીત તમને ને સાથે મને જીવતી રહેવા દેશે નહિ, માટે મોટી બેહેન, મોં બહાર શબ્દ પણ કહાડતાં નહિ. 'એાઠ બહાર તે કોટ બહાર' તેમ તે થાય તો પણ હાલમાં મૌનવ્રત લેવું જ સારું છે.” ગંગાએ જણાવ્યું.

“એ તો તમે કહો છો તે ખરું છે, કે મારે એ વાત નહિ જ બોલવી જોઇએ. પણ આપણે અત્યારે રાતના દશ કે અગિયાર કલાકે વાડીમાં જઈને શું કરતાં હતાં તે માજી પૂછ્યા વિના રહેશે નહિ, તેનો શો જવાબ દેવો?” ઊઠવાની તૈયારી કરતાં કમળીએ પૂછ્યું.

“એ તો ખરું છે મોટી બેહેન ! પણ તમે ગભરાતાં નહિ. માજી ઘણું કરીને હમણાં સુઈ ગયાં હશે, ને જાગતાં હોય તો એમ જ કહેજો કે હું ને ભાભી વાર્તાઓ કરતાં હતાં.” ગંગાએ સલાહ આપી. પછી બન્ને ઘર તરફ ચાલી.

“હજી હું સંસારની વાતમાં કંઈ જ સમજતી નથી, તો પણ મોટી ભાભી, તમે જો નહિ હોવ તો રડીરડીને જ મરી જાઉં. ઘરમાં તો તમે જાણો છો તેમ સઘળે બીઆબારું ને ખડા ખાસડું થઈ રહ્યું છે. જાણવા પ્રમાણે મોટા ભાઈ હવે જૂદા પડશે, ને ત્યારે મારે તો આશ્રય જ નથી !” કમળી બોલી.

“મોટી બહેન, તમે જાણતાં હશે કે હું ઘણું સમજતી હઇશ, પણ તેમ નથી. મને પણ હજી વીસ પૂરાં થયાં નથી તો પછી મારામાં તે શી અક્કલ હોંશિયારી હોય? પણ જે વાત તમે કાઢી છે તેમાં