પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
કમળીના વિચાર

જે જોઈને યૂરોપિયન અને દેશી સૌ ઘણાં વખાણ કરતાં હતાં. ગરીબોના પોષણ માટે તેથી એણે એક સારો માર્ગ લીધો હતો. જે ભરતો એ ભરતી હતી તે ઘણી વેળાએ યૂરોપિયન મડમોને પણ પસંદ પડવાથી, તેને તેઓ ખરીદ કરતી હતી. લાગત ખરચ મજરે લઈને બાકીના પૈસા ધર્માદામાં, નિરાશ્રિત સ્ત્રીઓ તથા અનાથ બાળકોના ઉપયોગમાં તે ખરચતી હતી. આ વાત જ્યારથી યૂરોપિયનોમાં પ્રસિદ્ધ થઈ, ત્યારથી મેલાવડા વખતે ઊપરાચાપરી એના ભરત કામની ઘણી માગણી થતી હતી; અને કોઈ કોઈ વેળાએ એના નમૂના સો ને સવા-સોની કિંમત સૂધી વેચાયા હતા.

સાધારણ નિયમે હિન્દુ કન્યા, માતા ને બેહેનોને હાલ ઘણી બુરી ટેવ પડી છે. તેઓ આખો દિવસ વાતોના તડાકા મારવામાં કે કુથળીઓ કરવામાં વખત કહાડે છે. ઘણું કરે તો બે ચારનાં ઘર માંડશે ને બે ચારનાં ભાંગશે; ને નહિ તો પાડા પેઠે ખાઈને એદી માફક ઊંઘ્યા કરશે. મહારાજનાં મંદિરો તેમનાં વિલાસનાં સ્થળો છે, ને ત્યાં જ પૈ પૈસો આપવો તે ધર્મદાન સમજે છે. આજ કાલ મુંબઈ શેહેરમાં જો જોઈશું તો “ફૅશનેબલ” સ્ત્રીઓ ઘણી થઈ પડી છે. સુરતમાં સ્ત્રી વિધવા થઈ એટલે કાં તો ઈશ્વરભજન કરીને કાળ નિર્ગમન કરે છે, ને ગરીબ હોય તો દાળ વીણશે, ચાબકીઓ ગુંથશે, દળશે, ચીકણનું ભરત ભરશે, ને ટોપી ચોળી શીવશે; પણ મુંબઈની વિધવા તો પોતાનો સ્ત્રીધર્મ મૂકી દઈને, તરુણ હશે તો છટેલ થશે ને મધ્ય વયની હશે તો અનીતિએ વર્તશે. સ્ત્રીધર્મના નામપર તો પાણી જ ફરી વળ્યું છે. તે બાપડીઓના પોષણ માટે પણ કોણ દરકાર કરે છે? અનાથ બાળકો, પોતાની માતાની કેડ ઉપર ભૂખ્યાં ટળવળે છે તેને પૈ પૈસો આપવાનું મન કોઈ કરતું નથી. અંગ્રેજ સ્ત્રીઓ ઘણી વેળાએ “ફેન્સી બઝારો” ભરે છે, તે પોતાની જાતવાળાઓને મદદ કરવાનો એક સરસમાં સરસ માર્ગ છે, પણ દેશી બાઈઓ નિંદા, મહારાજના