પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯
કમળીના વિચાર


“બાર વાગી ગયા છે ને આમ તમે હંમેશાં ઉજાગરા કરશો તો તમારી તબીયત બગડશે, માટે મેં તે સહજ પૂછ્યું છે.”

“મારા તરફની આપ લેશમાત્ર પણ ચિંતા કરશે નહિ, પ્રિય ! પણ આપના મિત્ર નથી આવ્યા ? આપ તો તેમની પાસે સૂશોની ?” ગંગાએ પૂછ્યું.

“મોતીલાલ કોઈને મળવા ગયો છે, ને હવે આવે તેમ સંભવતું પણ નથી. મૃગાક્ષીના પ્રેમદર્શનને લોભે-”

“મારે આપની સાથે કેટલીક ઘણી અગત્યની વાત કરવાની છે, તમે પધાર્યા તો ભલે પધાર્યા ?” એકદમ પોતાની સ્તુતિ થતી અટકાવીને વચ્ચે ગંગા બેલી ઊઠી, “હમણાં આપ શયન કરો, હું ઝટ આ કોલર પૂરો કરું છું ને પછી આપને પૂછી જોઈશ.”

“મારા ખાતર તમને આટલો બધો શ્રમ કરવા દઈશ નહિ.” હવે તમે પણ સુઈ જાએ તો ઠીક, તમે મને શું પૂછવાને વિચાર રાખો છો તે હું જાણું છું, પણ હમણાં તે વાતવિષે ચર્ચા ચલાવતાં જ નહિ. એનો ઉત્તર તો તમને મુંબઈ ગયા પછી લખીશ, પણ મારી એક સલાહ છે કે કમળી બેહેનને તમે હમેશાં ધીરજ આપજો. તે ગભરાય નહિ.”

ગંગા અબોલ રહી, કિશોરલાલ પણ ચૂપ રહ્યો. બંને પોતપોતાના મનમાં સમજી રહ્યાં. કિશેારને પોતાની પ્રિય પત્ની તરફ હવે અગાધ પ્રેમ છૂટ્યો. અર્ધો કલાક સુધી બંને એક બીજાનું મનોહર મુખડું નિહાળ્યા કરતાં હતાં; પણ બેમાંથી એક મધુર પ્રેમરસના પાનથી તૃપ્ત થયાં નહિ ભરપૂર પ્રેમામૃતના વહેતા ઝરામાંથી પાન કરતાં કોણ મનુષ્યપ્રાણી તૃપ્ત થાય વારુ? સરખું જોડું હતું, ને સરખાં પ્રેમમસ્ત હતાં, તેથી કોણ કોને વિશેષ ચહાતું હતું તે કહેવાને કોણ શક્તિમંત થશે ? કિશેાર ઘણીવારે થાકી પોતાની શય્યાપર ગયો ને મનમાં જ બોલવા લાગે કે- “કેવી સુલક્ષણી છે !