પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ગંગા–ગુર્જર વાર્તા


પરીક્ષાની હાયશોષમાં તેણે પોતાની પ્રાણપ્યારીને પણ વિસારી મૂકી હતી. એક પણ પત્ર તેણે બે મહિના સુધીમાં લખ્યો નહોતો, પણ જ્યારે પરીક્ષા પૂરી થઈ ત્યારે એણે એક પ્રેમનો પત્ર લખવાનો વિચાર કીધો. પણ તેટલામાં એના હાથમાં ગંગાનો પ્રેમપત્ર આવ્યો ! જે ઘણા જ આનંદ સાથે હાથમાં લઈને એણે ઉકેલ્યો. એ જ દિવસે મોતીલાલના હાથમાં પણ એક પત્ર આવ્યો હતો.

₪₪₪₪₪₪₪₪₪


પ્રકરણ ૧૧ મું
એલ્ફીન્સ્ટન કૉલેજ

વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ વિશેષ સાનુકૂળ કરવા માટે, એલ્ફીન્સ્ટન કૉલેજમાં જોઇતી સગવડ છે; અને ચાર કે પાંચ વિદ્યાર્થીઓ એકઠા રહીને પોતપોતાનો બંદોબસ્ત કરી લે છે. રહેવાને માટે કૉલેજના મકાનમાં છેક ઉપર કેટલાક ઓરડા છે. એકેક એરડામાં બે બે વિદ્યાર્થીઓ રહે છે. આ કૉલેજમાં શીખવાને માટે ભોંયતળિયે કેટલાક ક્લાસો છે. તેમ જ કૉલેજના મકાનની આસપાસ કેટલીક ફાલતુ એારડીઓ છે, પરન્તુ તેમાં હિંદુ લોકોને અનુકૂળ રહેવાની સોઈ નથી.

બરાબર સવારના નવ વાગ્યા હતા. કિશોરલાલની પરીક્ષાનું પરિણામ આગલે જ દિવસે માલમ પડ્યું હતું. તે જો કે પરીક્ષાની મહેનતથી થાકીને કંટાળી ગયો હતો, તથાપિ તેનું પરિણામ પોતાના લાભમાં ઉતર્યું તેથી ઘણા આનંદમાં હતો. ઉઠીને સ્નાન કીધા પછી પોતાની પ્રિયાને તથા પિતાને પત્ર લખવાનો વિચાર કરતો કૉલેજના કમ્પાઉન્ડમાં ફરતો હતો. પણ તેટલામાં ટપાલવાળાએ આવીને પૂછ્યું કે, “કિશોરલાલ મોહનચન્દ્ર કોણ છે ?” એકદમ કિશોરે સિપાઇના હાથમાંથી કાગળ લઈ તેનો જાણે ઉપકાર માનતો હોય તેમ જણાવી કાગળ ફોડ્યો, ને પોતાની પ્રિયાની પ્રેમપત્રિકા જોઈને તે ઘણો આનંદ પામ્યો.

ગંગાએ ઘણા દિવસ સુધી કાગળ માટે રાહ જોઇ, પણ જ્યારે પત્ર નહિ આવ્યો ત્યારે બે ત્રણ વાર પત્ર લખવાનો વિચાર કીધો, પરન્તુ