પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેપથ્ય

આ નવલકથાનું હાર્દ નિહાળી, તેની જે જાતની ગુંથણી ગુંથવામાં આવી છે તે ભાળી, ચોમેરથી ઉદ્વિગ્ન મનનો નિઃશ્વાસ નિકળતો, ગ્રન્થકર્તા નેપથ્યની બાજુમાંથી જોય છે. આર્યગૃહરાજ્યનાં અનેક પ્રકારનાં ચિત્ર રંગભૂમિપર દર્શાવવામાં આવ્યાં છે, અને તેમાં આર્યભુવન(Home)માં બનતા નૂતન નૂતન બનાવો એવી તો જૂદી જૂદી રીતે દર્શાવ્યા છે કે, તેમાંના ઘણાખરા એક સ્થળે નહિ તો ઘણે સ્થળેથી પણ સહજમાં ભેગા થએલા જોવામાં આવે છે. પાત્રની કળામાં જે અર્થગાંભીર્ય રહ્યું છે, તે જોતાં આ નવલકથા લોકમાં અતિ પ્રિય થાય ને તે પ્રત્યેક જન નિર્મળ મનથી જોવાને તત્પર થાય, એમાં કંઈ આશ્ચર્ય નથી. આર્યગૃહરાજ્યનું આ એક નાટક છે, એની રંગભૂમિમાં સર્વ વસ્તુ જોવાય છે: દામ્પત્યસ્નેહ, ગૃહાચાર, પ્રેમનીતિ, સાસુવહુનો સંબંધ, સસરાવહુનો પ્રસંગ, સસરાનું સુવર્તન અને ઘરરખુ પુત્રવધૂ;અને પછી “વધારે શું જોઈયે છે ?” એમ રંગભૂમિનો નાયક પૂછે છે.

નવલકથામાં જે હાર્દ સમાયલું છે, તે હાર્દ ઘણાકોને પસંદ પડ્યું છે. અહિયાં ને ત્યાં મર્મજ્ઞ વાક્યોથી નાટ્યકળા શોભતી જોવાથી સ્ત્રી અને પુરુષે એપર તુષ્ટમાન થયેલાં જોવામાં આવ્યાં છે; શાળા ને પાઠશાળામાંથી એની માંગણી થઈ છે, અને જો કે ગ્રન્થની સર્વ કૃતિ રંગભૂમિના સૂત્રધારની નથી, તથાપિ તેને આશ્રય આપવાને અતિ ઉત્કંઠા બતાવવામાં આવી છે. સામાન્ય રીતે કથાનો પ્રારંભ અને અંત હૃદયને ઘણું નિરાશ કરનાર છે. તે આનંદ ઉત્પન્ન કરે તે કરતાં ઉદાસીનતા વધારી મનની શાંતિમાં ભંગ પાડે છે, વિચારમાં વિલીન કરે છે. જ્યારે તમે ઘેર આવો ત્યારે ક્ષણભર જમીન ઉપર બેસી, તદ્દન સ્થિરચિત્તે,