પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩
એલ્ફીન્સ્ટન કૉલેજ

ઘરકામમાં તે એટલી બધી ગુંથાઇ ગઇ હતી કે જ્યારે લખવાનો વિચાર કરે ત્યારે લીટી બે લીટી લખી કે તરત વિક્ષેપ આવતો હતો. તથાપિ જ્યારે એના જાણવામાં એમ આવ્યું કે પરીક્ષાની ફિકરથી તેનો પ્રાણપ્રિય પતિ મોકળો થયો છે ત્યારે રાતના બાર વાગતા સુધી બેસીને આ પત્ર તેણે ચિત્રી કહાડ્યો હતો !!

કિશેારે પત્ર ફોડતાં ફોડતાં ઘણી ઉતાવળ કીધી. એક ઘણો પ્રેમાતુર પતિ પોતાની પ્રિયા સંબંધી સમાચાર જાણવાને જેટલો ઉત્સુક થાય તેનાથી વધુ આતુરતાથી તેણે તે પત્ર ફોડ્યો ને વાંચવો શરુ કીધો:-

“પરમપ્રિય નેત્રમણી પ્રાણનાથ,

તુકડો કાગળ લખવાની હમણાં પ્રિયને ફુરસદ હશે નહિ. પરંતુ જરા આપે રંક દાસીને લક્ષમાં લીધી હોત તો જે આનંદ પ્રાપ્ત થાત તે અવર્ણનીય થઇ પડત. મારી સ્થિતિ માટે કોણ જાણણહાર છે કે જે બરાબર રીતે જાણી શકે ? હું ત્રિવિધ તાપે સિઝાઉં છું, ને આ મનને આપની જ લગની લાગી છે. તેથી મને કંઇ પણ સૂઝતું નથી. જ્યાં ને ત્યાં હવે તો તમારું જ દર્શન થાય છે. ક્ષણિક બુદ્ધિવાળી દાસીને આ લખવા માટે ક્ષમા કરશો. ઘરના રંગ ઘણા બદલાઇ ગયા છે. ઘરમાં મીઠાસ નથી; ને બારે પહોર ને બત્રીસ ઘડી મેાટી બેહેન, ભાભીજી વગેરેનો ઝઘડો ચાલુ જ છે. નકામાં તૂત વારંવાર ઉભાં થાય છે. સૌને ઘણો સંતાપ છે, તેથી તમે આવીને નિવેડો લાવો. મને ઝાઝી ફિકર માત્ર આપની છે. હું શરીરે સર્વ પ્રકારે આરોગ્ય છું. તમને હવે શરીર સંબંધી સુખ થયું હશે. મોટી બેહેન માટે શો વિચાર કીધો છે? અજાયબ જેવું એ છે કે તે સંબંધી તમે તથા તમારા મિત્ર મોતીલાલે કંઇ પણ કરવા અતિશય આગ્રહ બતાવ્યો હતો, ને કંઇ પણ કરવા કહ્યું હતું, પરંતુ હજી સુધી કંઇપણ થયું નથી. પ્રિય કરવામાં તમે તત્પર છો, ને તમને ઘણું લાગે છે, તો હવે શો ઉપાય કરવો? યથાયોગ્ય યત્ન આપે કમળી બેહેનના ક૯યાણ માટે કરવો જોઇયે ! એ પ્રમાણે આપે કરવું છે કે નહિ તે જાણવાને માટે મોટી બેહેન ઘણાં આતુર છે, ને તેઓ ક્ષણે ક્ષણે વિવેકથી તમારી તરફના પત્રની રાહ જુએ છે. મારા માટેની આપ જરા પણ ફિકર ચિંતા કરતા નહિ. હું સર્વ રીતે આરોગ્ય છું.