પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ગંગા–ગુર્જર વાર્તા


“હમણાં તેની કેવી દુ:ખદ અવસ્થા હશે ?” મોતીલાલે કિશેારને પૂછ્યું, “આપણા સંસારપર પૂળો મૂકવો જોઇયે, કે બાપડી નાજુક કળીઓને આમ સહજમાં સૂકવી નાખવામાં આવે છે. માબાપો પોતાના બચ્ચાંનું સુખ કે દુઃખ કંઇ જોતાં નથી ને એકદમ રુઢીબંધનને વળગીને ઝંપલાવે છે, ને તેનું પરિણામ પોતાનાં વહાલામાં વહાલાં બચ્ચાંની જિંદગીના ઘણા ઝુરાપામાં આવે છે.”

“ખરેખર, એ સઘળું ગમે તે હોય, તથાપિ આપણે તેનો નિકાલ કરી શકવાના નથી.” મોતીલાલના મનમાં જે જે થતું હતું તે સધળું જાણીને તેના વેગને અટકાવવા કિશેાર બેાલ્યો. "તમે જાણો છો કે આપણાં બંધનો ઘણાં જૂનાં છે, ને તે સહજ તોડવાં મુશ્કેલ છે પરંતુ આ બંધનો ધીમે ધીમે તૂટી જાય તેવા ઉપાયો આપણે યેાજવાની ઘણી જરૂર છે ?”

મોતીલાલને જો કે આ રુચ્યું નહિ, તે પણ લોકસ્થિતિ કેવી છે અને વેહેમી બંધનો કેટલાં જડ ઘાલીને બેઠાં છે, તેનો જ્યારે ખ્યાલ કીધો ત્યારે કિશેારના બોલવાની જોઇતી અસર થઈ, તેણે તરત જ પોતાના વધુ વિચાર બતાવવા બંધ પાડ્યા, ટેબલપર માથું નીચું નાખીને મોતીલાલ ઘણેક દરજ્જે નિ:શ્વાસ મુકતો બેઠો. આ વેળાની તેની મનસ્થિતિ સ્થિર નહોતી. તેને કંઈ પણ ગમતું નહોતું. તેને પોતાની દૃષ્ટિ સમીપ કમળીની મૂર્તિ કોતરાઇને રમણ કરતી જણાઇ.

સૂક્ષ્મદૃષ્ટિથી વાંચનારને માલમ પડશે કે કમળીની તરફ આજ વેળાથી મોતીલાલના પ્રેમની જડ છૂપી રીતે રોપાઇ - જો કે તે બાબતથી મોતીલાલ પોતે જાતે પણ અણવાકેફ હતો. પહેલે તો તેને લાગ્યું કે આવી સદ્ગુણી સ્ત્રીપર જે વિડંબના પડે છે તે નહિ ખમાય તેવી છે. પરંતુ આ દયાની લાગણીમાં પ્રેમભાવ સહજ સહજ રસળ્યા કરતો હતો, તેનું એને ભાન હતું નહિ. કમળીના મનમાં પત્ર લખ્યો ત્યાં સુધી મોતીલાલ સંબંધી કંઈ વિચાર જ નહોતો. પ્યારની વલણ કદાપિ