પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭
એલ્ફીન્સ્ટન કૉલેજ

પુરુષ તરફથી લેવામાં આવે છે ને કદાપિ સ્ત્રી તરફથી પણ લેવામાં આવે છે. પ્રથમ સ્વચ્છ અંતરમાં પ્યારનો રોપો જાણી બુઝીને રોપવામાં આવતો નથી, પણ કુદરતી જ તે ફુટી નીકળે છે. આ બંનેના મનમાં એકદમ જ એકી વખતે પ્યારે ઘર કીધું હતું, જે તે બંનેને જરા પણ માલમ નહોતું.

કિશોરલાલ સાથે વાતચીત કર્યા પછી મોતીલાલ ઘણો દિલગીર થઈ ગયો. શું કરવું તે એને સૂઝ્યું નહિ, ને તેજ ક્ષણે એના મનમાં એમ પણ આવ્યું કે આવી બાબતમાં કેવો પ્રતિઉત્તર લખવો તે પોતાની મરજી પર જ રાખવું. તેથી કિશેારની સલાહ લીધી નહિ. કિશેાર થોડી વાતચીત થયા પછી ઉઠી ગયો, ને બપોરના મોતીલાલે તથા કિશેારે પત્ર લખ્યા. મોતીલાલે જો કે સ્વચ્છ અંતરથી પત્ર લખ્યો હતો, તથાપિ તેમાં જ્યાં ત્યાં છુપો પ્રેમ રસળતો જણાતો હતો; પત્ર વ્યવહાર ઘણા વખત સુધી ચાલુ રહ્યો, ને તેમાં ધીમે ધીમે એકમેકનો પ્રેમ વધતો ગયો. બન્ને જણનાં દિલમાં આવ્યું કે જો આપણું જોડુ બંધાય તો સુખમાં કંઇ ન્યૂનતા નહિ રેહે, તથાપિ બન્ને જણ એમ પણ માનતાં હતાં કે ગમે તેમ થશે તો પણ કદીએ આપણી ઇચ્છા પાર પડવાની નથી, આટલું છતાં બન્ને જણાંએ બને તેટલો યત્ન કરવાના ઠરાવ પોતપોતાના મન સાથે કીધો, જો કે પત્રમાં એકેએ એ સંબંધી એક પણ શબ્દ દર્શાવવાની હિંમત પણ કીધી નહિ, કમળી આવી બાબતનો વિચાર જણાવતાં બીધી કે રખેને મોતીલાલ મને બેહેન પ્રમાણે ગણીને સલાહ આપતા હોય ને તેમાં જો આવી રીતે મારા તરફથી અવિવેક બતાવવામાં આવે તો તેનો મારી તરફ ઘણો તિરસ્કાર છૂટે ! એટલું જ નહિ પણ મને મદદ આપતો પણ અટકી પડે, ઘડીકમાં તે વિચાર કરતી કે “એક ભવમાં બે ભવ શા માટે કરવા ? મારે તો સંન્યસ્ત લેવો ને હું તો જોગણ થઇને મારી જીન્દગી ગાળીશ ! સદગુણી સ્ત્રીએ પોતાનું શિયળ સાચવવું જોઇયે. પરણીને શું વિશેષ સુખ ભોગવીશ ? નસીબમાં જે લખ્યું હોય છે તે કોઈ મિથ્યા કરી શકતું નથી.” તે મનની સાથે વખતે બોલતી કે, 'નહિ નહિ ! મારા