પૃષ્ઠ:Ganga Ek Gurjar Varta.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧
ઘરમાં તો જેમનું તેમ જ

“મોઢું સંભાળીને બોલજો, મેં તમારી દીકરીને રોકીએ નથી, ને હું તેને બેસાડતીએ નથી, શી એવડી ધાડ પડી છે કે એકદમ બૂમાબૂમ કરી મૂકી છે ! કંઈ ધાડબાડ આવી છે કે આટલો બધો ઘોંઘાટ કરી મૂક્યો ?” તુળજાએ સામે તતડીને ઉત્તર દીધો.

હવે લલિતાબાઈએ ગાળોની વૃષ્ટિ કરવા માંડી, ગંગાને પણ પુષ્કળ ગાળો દીધી ને તુળજાને પણ તેટલી જ દીધી. ગંગાએ એક શબ્દ પણ સાસુજી સામા કહાડ્યો નહિ, ઉલટી તુળજાને ઘણીએ વારી, પણ તે થોભી નહિ. જ્યારે ને ત્યારે ગંગા તેનું મોં પકડી રાખે; તેથી બે ચાર શબ્દ બોલે ને પછી પાછી બંધ પડે, ગંગાએ ધીમેથી કહ્યું, “ભાભીજી, બસ, માફ કરો, સાસુજીનો સ્વભાવ છે તે ગમે તેમ બોલે, પણ તમે ડાહ્યાં થઈને ગાંડાં કાં થાઓ છો ? એમનો ગુસ્સો નરમ પડશે એટલે આપોઆપ બંધ પડશે.” થોડીવાર તુળજા અબોલ બેસી રહી, પણ સાસુજીને જેમ જેમ કોઠું નહિ આપ્યું તેમ તેમ વધારે ઉપડ્યાં, તેથી આખરે એકદમ હાથ છટકાવીને તુળજાએ સાસુજી સામા જઈને કહ્યું:- “તોબા છે તમારાથી ! તમારા જેવી સાસુ કોઈને નહિ મળશો !! આ સારું સૂરત શેહેર છે પણ તમારા જેવી સાસુ તો કોઈને નથી. શામાટે આટલી બધી ગાળો દો છો ? અમે કંઈ તમારું બગાડ્યું ? તમને કંઈ કહ્યું કે તમારું વેણ ઉથાપ્યું ? જરા લાજો ! મોટાનાં ઘરને આ શોભતું નથી.” તુળજાએ જરાક વિવેકવાણી વાપરી કહ્યું.

“કમજાતની જણી, તારા જેવી વહુ કોઈને મળશો નહિ, નીચ તુખમની છે તેમાં બહુ બક્યા કરે છે કે ?” સાસુજીએ કહ્યું.

“જરા તપાસીને બોલજો. તમારું ખાનદાન કોને માલમ નથી?" વહુએ પણ તેટલાજ રોફમાં જવાબ દીધો.

“ જા રે જા ખાનદાનવાળી ! પીંજરડાની દીકરી, શું પતરાજ કરે છે કાબા ? આ પેલી ગંગલી ઘાંચણનાં કારસ્તાન છે ! તેણે તને