આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકાશકનું નિવેદન
‘ગીતાધ્વનિ’નું આ પુનર્મુદ્રણ ફોટો ટાઇપ સેટિંગ કરી ઑફસેટ પ્રોસેસથી છાપ્યું છે. એટલે હવે તેમાં ટાઇપ તૂટવાની કે તે કારણે થતી ભૂલ રહી જવાનો સંભવ નથી, વળી, તેનાં પ્રૂફ શ્રી કે. કા. શાસ્ત્રીએ કાળજીથી જોઈ આપ્યાં છે. પ્રૂફ જોતાં તેમણે ક્યાંક છંદ અને પ્રાસની દૃષ્ટિએ સુધારા કરવા જેવા લાગે તે કરી દીધા છે. તેમની આ કામગીરી માટે અમે તેમના ઋણી છીએ. તેમ છતાં કોઈ જિજ્ઞાસુને ‘ગીતાધ્વનિ'ના આ પુનર્મુદ્રણમાં ભૂલ જેવું લાગે તો તે અમારું ધ્યાન દોરે એવી અમારી વિનંતી છે, જેથી તે ભૂલ નવી આવૃત્તિમાં સુધારી લેવાય.
૧૦