લખાણ પર જાઓ

પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ટિપ્પણીઓ

⁠(પહેલો આંકડો શ્લોકનો અને બીજો ચરણનો ક્રમાંક સમજવો.)

અધ્યાય ૧લો

⁠૫ (૪) ભૂરિશ્રવા.

⁠૧૦ (૧ અને ૩) અગણ્ય અને ગણ્ય મૂળના અપર્યાપ્ત અને પર્યાપ્ત શબ્દોને બદલે વાપર્યા છે, અને એની માફક જ દ્વિઅર્થી છે, એટલે કે અગણ્ય– (૧) ગણાય નહીં એટલે અપાર, અથવા (૨) ન ગણવા જેવી, નજીવી. ગણ્ય–તેથી ઊલટું. બંનેનો પહેલો અર્થ વધારે ઠીક લાગે છે, પણ ઘણા બીજો અર્થ કરે છે.

⁠૩૬ (૩) આતતાયી– શસ્ત્ર ઉગામનાર. આ કોણ ? સાધારણ રીતે કૌરવો માટે સમજવામાં આવે છે. પણ મારો અભિપ્રાય એને ‘અમને’ના વિશેષણ તરીકે લેવાનો છે. આ માટે કર્ણપર્વ ૯૧–૪૯, શલ્યપર્વ ૧૧–૧૧ વગેરેમાં આધાર છે. ગમે તે અર્થ કરી શકાય એવી રચના રાખી છે.

૯૬