અધ્યાય ૨ જો
૭ (૧) ગીતામાં જ્યાં જ્યાં સ્વભાવ શબ્દ આવે ત્યાં ત્યાં એના પૂરા અર્થમાં સમજવો જોઈએ, એટલે કે પોતાનો મૂળ ભાવ, અસલ પ્રકૃતિ, જેમ કે, અહીં ક્ષત્રિયપણાનો.
૨૦ (૨) ભૂતકાળમાં એ 'નહોતો' કે ભવિષ્યકાળમાં ‘ન હશે’ એમ એને માટે કહી ન શકાય, તેથી એ ભૂતમાં ‘હતો’ અને ભવિષ્યમાં ‘હશે’ એમ પણ ન કહેવાય. 'છે' એ જ એને માટે યોગ્ય શબ્દ. (૩) નિત્ય-દિવસ-રાત, ઋતુઓ મરણ વગેરે કેટલીક બાબતો નિત્ય છે, એટલે એને વખતે આવ્યા વિના નહીં રહે તેવી છે. પણ સદા, એટલે સતત, શાશ્વત, સનાતન કે નિરંતર અને અખંડ નથી. આત્મા સદા છે. સદાને પણ નિત્ય કહી શકાય, માટે આત્મા નિત્ય તેમજ સદા છે.
૪૫ (૧) વેદાર્થો – વેદના વિષયો
૪૬ (૧) બે અર્થ કરાય છે: (૧) બધે પાણીથી ભરેલા તળાવનું કેટલું કામ? ઉત્તર–ખપ જેટલું. અને (૨) બધે જ પાણી ભર્યું હોય પછી તળાવનું કેટલું કામ? ઉત્તર – મુદ્દલ નહીં. એ પ્રમાણે બ્રહ્મનિષ્ઠને વેદોનો ખપ કેટલો? કેટલાક પહેલો ઉત્તર આપે છે, કેટલાક બીજો.
મને પહેલો અર્થ વધારે ઠીક લાગે છે.