લખાણ પર જાઓ

પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा ।
तत्तदेवावगच्छामि तव तेर्जोऽशसंभवम् ॥ १८ ॥

भगवन् बहुनैतेन किं ज्ञातेन मया प्रभो।
विष्टभ्य त्वमिदं कृत्स्नमेकांशेन स्थितो जगत् ॥ १९ ॥

त्वन्तः परतरं नाऽन्यत् किंचिदस्ति जनार्दन ।
त्वयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव ॥ २० ॥

भूतभावन भूतेश देवदेव जगत्पते ।
योगेश्वर नतोऽस्मि त्वां त्वश्चित्तं सततं कुरु ॥ २१ ॥

पिता त्वमस्य जगतो माता धाता पितामहः ।
वेयं पवित्रमोङ्कार ऋक् साम यजुरेव च ॥ २२ ॥

गतिभर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृद् ।
प्रभवः प्रलयः स्थानं निवानं बीजमव्ययम् ॥ २३ ॥

उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः ।
परमात्मेति चाप्युक्तो देहे त्वं पुरुषः परः ॥ २४ ॥

अनादित्वान्निर्गुणत्वात्परमात्मा त्वमव्ययः ।
शरीरस्थोऽपि देवेश न करोषि न लिप्यसे ॥ २५ ॥

यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।
सर्वत्रावस्थितो देहे तथा त्वं नोपलिप्यसे ॥ २६ ॥

જે કોઈ સત્ત્વમાં કાંઈ લક્ષ્મી, વીર્ય, વિભૂતિ વા,
જાણું તે સઘળું તારા તેજના અંશથી થયું. ૧૮

ભગવન્ ! લાભ શો મારે જાણી વિસ્તારથી ઘણા;
તારા એક જ અંશેથી આખું વિશ્વ ધરી રહ્યો. ૧૯

બીજું કોઈ નથી તત્ત્વ તારાથી પર જે ગણું;
તું–માં આ સૌ પરોવાયું, દોરામાં મણકા સમું. ૨૦

ભૂતેશ, ભૂતકર્તા હૈ, દેવદેવ, જગત્પતે !
યોગેશ્વર ! નમી માગું અખંડ તુજ યોગને. ૨૧

તું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ,
જ્ઞેયે, પવિત્ર ઓંકાર, ૠગ્, યજુર્, સામવેદ તું. ૨૨

પ્રભુ, ભર્તા, સુહૃદ્, સાક્ષી, નિવાસ, શરણું, ગતિ,
ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય. ૨૩

સાક્ષીમાત્ર, અનુજ્ઞાતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર,
ક્‌હેવાય પરમાત્માયે, દેહે પુરુષ તું પરં. ૨૪

અવ્યયી પરમાત્મા તું, વિના–આદિ, વિના–ગુણો;
તેથી દેહે રહે તોયે, તું અકર્તા, અલિપ્ત ર્‌હે. ૨૫

સૂક્ષ્મતા કારણે વ્યોમ સર્વવ્યાપી અલિપ્ત ર્‌હે,
આત્મા તું તેમ સર્વત્ર વસી દેહે અલિપ્ત ર્‌હે. ૨૬