यस्मात्क्षरमतीतस्त्वमक्षरादपि चोत्तमः ।
अतोऽसि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः ॥ २७ ॥
त्वमक्षरं परमं वेदितव्यं
त्वमस्य विश्वस्य परं निषानम् ।
त्वमव्ययः शाश्वतधर्मगोप्ता
सनातनस्त्वं पुरुषो मतो मे ॥ २८ ॥
त्वमादिदेवः पुरुषः पुराण–
स्त्वमस्य विश्वस्य परं निधानम् ।
वेत्तासि वेद्यं च परं च धाम
त्वया ततं विश्वमनन्तरुप ॥ २९ ॥
यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।
तत्त्वमेवासि देवेश परं ब्रह्म सनातनम् ॥ ३० ॥
सर्वस्य च त्वं हृदि सनिविष्ट–
स्त्वत्तः स्मृतिर्ज्ञानमपोहनं च ।
वेदैश्च सर्वैरसि वेद्यमेकं
वेदान्तकृद्वेदविदेव च त्वम् ॥ ३१ ॥
यदक्षरं वेदविदो बदन्ति
विशन्ति यद्यतयो वीतरागाः ।
यदिच्छन्तो ब्रह्मचर्य चरन्ति
ओंकारवाच्यं यदमव्ययं यत् ॥ ३२ ॥
|
કાં જે તું ક્ષરથી પાર, અક્ષરેથીય ઉત્તમ,
તેથી તું લોક ને વેદે વર્ણાય પુરુષોત્તમ. ૨૭
તમે પરં અક્ષર, જ્ઞેય તત્ત્વ
તમે મહા આશ્રય વિશ્વના આ;
અનાશ છો, શાશ્વતધર્મપાળ,
જાણું તમે સત્ય અનાદિ દેવ. ૨૮
પુરાણ છો, પુરુષ, આદિદેવ,
તમે જ આ વિશ્વનું અંત્યધામ;
જ્ઞાતા તમે જ્ઞેય, પરં પદે છો,
તમે ભર્યું વિશ્વ, અનંતરૂપ! ૨૯
જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું આ બધું;
તું જ તે સવ, દેવેશ, પરંબ્રહ્મ સનાતન. ૩૦
નિવાસ સૌના હ્રદયે કરે તું,
તું–થી સ્મૃતિ જ્ઞાન તથા વિવેક;
વેદો બધાનું તું જ એક વેદ્ય,
વેદાન્તકર્તા તું જ વેદવેત્તા. ૩૧
જેને કહે ’અક્ષર‘ વેદવેત્તા,
જેમાં વિરાગી યતિઓ પ્રવેશે,
જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય,
ઓંકાર શબ્દે પદ વર્ણવે જે,૩૨
|