લખાણ પર જાઓ

પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

न यद् भासयते सूर्यो न शशांको न पावकः ।
यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं तव ॥ ३३ ॥

परं ब्रह्म परं धामं पवित्रं परमं भवान् ।
पुरुष शाश्वतो दिव्य आदिदेवो ह्यजो विभुः ॥ ३४ ॥

न हि ते भगवन् व्यक्तिं विदुर्देवा न दानवाः ।
स्वयमेवात्मनाऽऽत्मानं वेत्थ त्वं पुरुषोत्तम ॥ ३५ ॥

अवजानन्ति त्वां मूढा मानुषीः तनुमाश्रितम् ।
परं भावमजानन्तस्तव भूतमहेश्वरम् ॥ ३६ ॥

जन्म कर्म च ते दिव्यं जनो यो वेत्ति तत्त्वतः ।
त्यक्त्वा देहं पुनर्जन्म नैति त्वामेत्यसंशयम् ॥ ३७ ॥

महात्मानो हि त्वां नाथ दैवीं प्रकृतिमाश्रिताः ।
भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम् ॥ ३८ ॥

सततं कीर्तयन्तस्त्वां यतन्तश्च दृढव्रताः ।
नमस्यन्तश्च त्वां भक्त्या नित्वयुक्ता उपासते ॥ ३९ ॥

ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तस्त्वामुपासते ।
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ॥ ४० ॥

अनन्यचेताः सततं यस्त्वां स्मरति नित्यशः ।
तस्य त्वं सुलभो देव नित्ययुक्तस्य योगिनः ॥ ४१ ॥


સૂર્ય જેને પ્રકાશે ના, ચંદ્ર ના અગ્નિયે નહીં;
જ્યાં પોં'ચી ન ફરે પાછા, તારું તે ધામ ઉત્તમ. ૩૩

પરંબહ્મ, પરંધામ છો પવિત્ર તમે પરં
આત્મા, શાશ્વત ને દિવ્ય, અજન્મા, આદિ ને વિભુ ૩૪

તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો, પ્રભુ!
તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ.! ૩૫

અવજાણે તને મૂઢો માનવી દેહને વિશે,
ન જાણતા પરંભાવ તારો ભૂતમહેશ્વરી. ૩૬

તારા જન્મ તથા કર્મ દિવ્ય જે આમ તત્ત્વથી
જાણે, તે ન ફરી જન્મે, મર્યે પામે તને જ એ. ૩૭

મહાત્માઓ તને જાણી ભૂતોનો આદિ અવ્યય,
અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૩૮

કીર્તિ તારી સદા ગાતા યત્નવાન વ્રતે દૃઢ
ભક્તિથી તુજને વંદી ઉપાસે નિત્યયોગથી. ૩૯

જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી તને ભજે,
એકભાવે, પૃથગ્‌ભાવે, બહુ રીતે ઉપાસત. ૪૦

સતત એક ચિત્તે જે સદા સંભાસ્તો તને,
તે નિત્યયુક્ત યોગીને સે’જે તું પ્રાપ્ત થાય છે. ૪૧