લખાણ પર જાઓ

પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

त्वामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् ।
नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां मताः ॥ ४२ ॥

मम ह्येवानुकम्पार्थं बुद्धेरज्ञानजं तमः ।
नाशयस्वात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥ ४३ ॥

मह्यं सततयुक्ताय भजते प्रीतिपूर्वकम् ।
प्रयच्छ बुद्धियोगं तं येन त्वामुपयाम्यहम् ॥ ४४ ॥

त्वन्मना अस्मि ते भक्तस्त्वां यजे त्यां नमाम्यहम् ।
त्वामेवैष्यामि विश्वात्मन्सर्वथा त्वत्परायणः ॥ ४५ ॥

તને પોં’ચી મહાત્માઓ પામેલા શ્રેષ્ઠ સિદ્ધિને,
વિનાશી, દુઃખનું ધામ, પુનર્જન્મ ધરે નહીં. ૪૨

રહેલો આત્મભાવે તું, તેજસ્વી જ્ઞાનદીપથી
કરુણાભાવથી મારા અજ્ઞાન – તમને હણ. ૪૩

મ'ને અખંડ યોગીને ભજતાં પ્રીતિથી તને,
આપ તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળું તને. ૪૪

મન–ભક્તિ તને અર્પું, તને પૂજું, તને નમું;
નિશ્ચે તને જ પામીશ, તું–પરાયણ, ઈશ્વર! ૪૫