લખાણ પર જાઓ

પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના

⁠गीताध्वनि ની નવી આવૃત્તિની ઘણા વખતથી માગણી હતી, પણ અનુવાદને ફરીથી તપાસી જવાની મારી ઇચ્છા હોવાથી એનું પુનર્મુદ્રણ મેં રોકી રાખ્યું હતું. બીજી આવૃત્તિમાં તથા આમાં ઘણા ફેરફારો જોવામાં આવશે, એટલે આને પણ એટલે અંશે નવો અનુવાદ જ કહી શકાય.

⁠આ અનુવાદ વખતે શ્રી ડાહ્યાલાલ હરગોવિંદ જાનીનો गीतामाधुरी નામનો અનુવાદ પણ મારી આગળ હતો, તેમાંથી મને કેટલાક સારા શબ્દો અને ચરણો મળ્યાં છે. બંનેનો મળી એક જ અનુવાદ થઈ શકે એ વિચારથી એમની જોડે થોડો પત્રવ્યવહાર પણ થયો હતો અને એમણે સંમતિ પણ આપેલી, પણ પાછળથી જણાયું કે બંનેની અનુવાદની દૃષ્ટિમાં કાંઈક ફેર છે, તેથી દરેક પોતપોતાની રીતે જ પ્રજા આગળ મૂકે અને પ્રજા પોતાની મેળે જ ચૂંટી લે એ જ વ્યવહાર્ય લાગ્યું. શ્રી જાનીના સદ્‌ભાવ માટે આભારી છું. એ ઉપરાંત શ્રી વિનોબાના गीताई નો તો છું જ અને છેલ્લાં છેલ્લાં શ્રી હરિભાઉ ઉપાધ્યાયની हिंदी गीताનો પણ કયાંક લાભ મળ્યો છે, તેનોય આભારી છું. કવિશ્રી નાનાલાલભાઈના ભાષાંતરનો તો સૌથી પ્રથમ