६
ઋણી છું જ. વર્ષો સુધી એમના ભાષાંતરનો ઉપયોગ કર્યા પછી જ મને આ અનુવાદની બુદ્ધિ પેદા થઈ.
અનુવાદમાં મેં જે નિયમો જાળવવા પ્રયત્ન કર્યો છે, તે ટૂંકમાં કહી જાઉં છું.
૧. અનુવાદ મૂળની જગ્યાએ ચાલે એવો થાય. ઇરાદાપૂર્વક વપરાયેલો કોઈ શબ્દ છૂટી ન જાય અથવા એના ભાવસૂચનમાં ઓછુંવત્તું ન થાય. (સંબોધનોને મેં ઇરાદાપૂર્વક વાપરેલાં માન્યાં નથી અને તેથી મોટે ભાગે છોડી દીધાં છે.)
૨. અર્થભેદને અવકાશ હોય અને જુદા જુદા ભાષ્યકારોએ જુદાજુદા અર્થ ઘટાવ્યા હોય ત્યાં બંને અર્થો નીકળી શકે તેવી રચના કરવી. (એમાં મારી પસંદગી મેં પાછળ ટિપ્પણીઓમાં બતાવી છે.)
૩. કવિતામાં જોડણીની તથા હ્રસ્વ–દીર્ધની છૂટ લેવાની તેમજ માત્ર કવિતા માટે જ મરડેલા શબ્દો વાપરવાની રૂઢિનો ઉપયોગ મેં બનતા સુધી ટાળ્યો છે. એમાં નીચેના અપવાદો છે :
(૧) તદ્ભવ શબ્દોમાં આવતા ઇ, ઉં કે ઈં, ઊનો જરૂર પ્રમાણે હ્રસ્વ–દીર્ઘ ઉચ્ચાર કર્યો છે. એને માટે