७
લઘુ–ગુરુદર્શક ચિહ્નો પણ હંમેશાં વાપર્યાં નથી. (૨) હકાર શ્રુતિવાળા શબ્દોમાં ક્યારેક હને જોડ્યો છે: જેમ કે, રહે–ર્હે, કહે–ક્હે; પહોંચ્યો–પોં'ચ્યો; પહેલાં–પ્હેલાં ઇ. (૩) એકબે તત્સમ શબ્દોમાં હ્રસ્વનો દીર્ઘ કરવો પડ્યો છે. કોઈક ઠેકાણે લૈ, થૈ, ક્હે, ૨હે, એવી જોડણી રાખવી પડી છે તથા મને (= મનમાં) અને મને (= મુજને)નો ગોટાળો ન થાય એ માટે બીજા અર્થમાં હોય ત્યાં ‘મ’ને’ જોડણી કરી છે.(') આ ચિહ્ન હકારશ્રુતિ અથવા હકાર–લોપ દર્શાવવા બીજે પણ એકબે જગ્યાએ વાપર્યું છે.
૪. માત્ર પાદપૂર્તિ માટે – જ, ય, તો, જેવા શબ્દો ન વાપરવા. આમાં હું તદ્દન સફળ થયો નથી.
પ. અન્વય બરાબર સધાવો જોઈએ.
૬. સહેલા શબ્દથી રચના કરી શકાય તો પાંડિત્યના તેમજ સ્થાનિક (અમુક જિલ્લામાં જ વપરાતા) શબ્દો ટાળવા.
મેં પોતા પર નાખેલી આ મર્યાદાઓને લીધે કેટલાકને આ અનુવાદ કર્ણમધુર નથી લાગતો એ હું જાણું છું.
પણ, ‘‘સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિએ, ’’