८
તેથી મેં મારી મર્યાદા “નીમેલું” કર્મ કરવામાં માની છે.
પાછલી આવૃત્તિમાં નીચે જ કેટલીક ટીપો મૂકી હતી. તેને બદલે એ હવે ત્રણ ભાગમાં પાછળ મૂકી છે, તેનો જરૂર મુજબ ઉપયોગ કરવા વાચકને વિનંતી છે.
જે શ્લોકો પર ખાસ ટિપ્પણી આપેલી છે, તે શ્લોકોના આંકડા આગળ આવું (૦) ચિહ્ન મૂક્યું છે.
કેટલાક મિત્રોની એવી સૂચના છે કે અનુવાદ સાથે સંસ્કૃત પાઠ પણ છાપવો. આ બાબતમાં મારી દૃષ્ટિ એવી છે કે જેમને સંસ્કૃત સમજાય છે, તેમને સંસ્કૃતમાં ઘણા પ્રકારની આવૃત્તિઓ સસ્તામાં મળી શકે એમ છે, એને આ સાથે રાખી શકે. જેમને સમજાતું નથી, તેમને માટે સંસ્કૃત પાઠ નકામો છે અથવા એવો વહેમ પોષનારો થાય છે કે અશુદ્ધ રીતે પણ સંસ્કૃત પાઠ કરવાનો કાંઈક વિશેષ મહિમા છે. સંસ્કૃત પાઠ આપી પુસ્તક બેવડું મોટું અને મોંઘું કરવું અને સાથે અયોગ્ય વહેમ પોષવો એ મને ઇષ્ટ લાગતું નથી, તેથી લોકોપયોગી સસ્તી આવૃત્તિ તો કેવળ ગુજરાતીમાં જ હોય એમ મેં નવજીવન કાર્યાલયને આગ્રહ કર્યો, પણ અભ્યાસાર્થે સંસ્કૃત શ્લોક સાથે કોઈને વધારે કિંમતની અને સજાવટની આવૃત્તિ છાપવા ઇચ્છા જ હોય, તો એ નવજીવન કાર્યાલય સાથે વિચાર કરી લે.