લખાણ પર જાઓ

પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

९

⁠આમા શરૂઆતના ધ્યાનના શ્લોકો બાબત અપવાદ થયેલો વાચકના જોવામાં આવશે. ઘણાં વર્ષો પર મારા પોતાના ઉપયોગાર્થે ગીતાના કેટલાક સંસ્કૃત શ્લોકોમાં ‘હું’ નો ‘તું’ કરી મેં એક સ્તોત્ર બનાવેલું. તે જ આ વખતે ‘ધ્યાન ’રૂપે આપી દેવા ઠરાવ્યું. એ શ્લોકો, અર્થાત્ બીજે ક્યાંય ન મળી શકે એમ હોવાથી, એ સંસ્કૃતમાં પણ આપ્યા છે અને એનો અનુવાદ પણ આપ્યો છે.

⁠આ અનુવાદમાં હવે હું મોટા ફેરફારો કરું એવો સંભવ જોતો નથી, એટલે મારા તરફથી આ છેલ્લો પ્રયત્ન સમજવાને હરકત નથી અને તેથી શુદ્ધિપત્રક મુજબ પાઠો બરાબર સુધારી લેવા વાચકને વિનંતી છે.

સેવાગ્રામ
૩૦મી સપ્ટેમ્બર, ૧૯૪૬
કિશોરલાલ ઘ૦ મશરૂવાળા