પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
ગીતાબોધ.

ગીતામાય સાથે લેતા વિચરે છે. કાન, આંખ, ત્વચા, જીભ અને નાક તથા મન આટલાના આશ્રય લઈ ને જીવ વિષયેાન સેવે છે. ગતિ કરતા, સ્થિર રહેતા કે બેગ ભાગવતા ગુણાવાળા આ જીવને મેહમાં પડેલા અજ્ઞાની ઓળખતા નથી, નાની ઓળખે છે. યત્ન કરતા ગી પેાતાને વિષે રહેલા આ જીવને આળખે પણ જેણે સમભાવરૂપી યેાગને નથી સાથેા એવા યત્ન કરતા છતાં પણ તેને ઓળખતા નથી. સૂનું જે તેજ જગતને પ્રકાશે છે, જે ચ'દ્રમાં છે, જે અગ્નિમાં છે, તે બધાં મારાં તેજ જાણુ. મારી શક્તિ વડે શરીરમાં પ્રવેશ કરી હું જીવાને ધારણ કરું છું. રસ ઉત્પન્ન કરનાર સામ થઈ ઔષધિમાત્રનું પાણુ કરું છું. પ્રાણીના દેહને વિષે રહી, જઠરાગ્નિ થઈ, પ્રાણુઅપાનવાયુને સરખા કરી, ચાર પ્રકારનું અન્ન પચાવું છુ. અષાના હૃદયને વિષે રહેલા છું. મારા વડે જ સ્મૃતિ છે, જ્ઞાન છે,