પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગીતાબોધ.

ગીતામધ શ્રદ્ધાળુ મારા ભક્ત છે, પણુ જેએ નિરાકાર તત્ત્વને ભજે છે અને તેને બજવા સારુ જે પ્રક્રિયા માત્રને સયમ કરે છે, અધા વા પ્રત્યે સમભાવ રાખે છે, તેમની સેવા કરે છે, કાઈને ઊઁચ નીચ નથી ગણતા તેએ પણ મને પામે છે. એટલે એમાં શ્રેષ્ઠ અમુક એમ ન કહેવાય. પણુ નિરાકારની ભક્તિ શરીરધારીથી સંપૂર્ણ રીતે થવી અશક્ય ગણુાય, નિરાકાર એ નિષ્ણુ છે એટલે માણસની કલ્પનાથી પણુ પર છે. તેથી સહુ દેહધારી જાણેઅજાણે સાકારના જ ભક્ત છે. એટલે તું તા મારા સાકાર વિશ્વરૂપમાં જ તારું મન પરાવી દે, બધું તેની પાસે ધરી દે. પણુ એ ન કરી શકાય તે! ચિત્તના વિકારાને શકવાના અભ્યાસ પાડ, એટલે ચમ- નિયમાદિનું પાલન કરી પ્રાણાયામઆસનાદિની મદદ લઈ મન ઉપર કાબૂ મેળવ. આમ પણ ન કરી શકતા હોય તે જે કઈ કરે તે મારે જ સારુ કરે છે એવી ધારણાથી તારાં બધાં કામ એટલે તારા માહ, તારી મમતા મેળાં