પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
અધ્યાય ૧૭ મો

અધ્યાય ૧૭મા અર્જુન પૂછે છે; જેએ શિષ્ટાચાર છેડીને પણ શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે, તેની ગતિ કેવી થાય ? ભગવાન ઉત્તર આપે છે: શ્રદ્ધા ત્રશુ પ્રકારની હોય, સાત્ત્વિક, રાજસી કે તામસી. જેવી જેની શ્રદ્ધા તેવા મનુષ્ય થાય છે, સાત્ત્વિક મનુષ્ય દેવને, રાજસ યક્ષરાક્ષસને, અને તામસ ભૂતપ્રેતને ભજે છે. પણ કાર્યની શ્રદ્ધા કેવી છૅ એ એકાએક જાણી શકાતું નથી. તેના આહાર કેવા, તેનું તપ કેવું, યજ્ઞ કેવા, દાન કેવું એ જાણુવું જોઈ એ, અને તે બધાના પણ ત્રણ પ્રકાર છે એ તને કહી જાઉં.