પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
ગીતાબોધ.

મીતાગાર વાચિક, ને માનસિક તપ જે સમભાવથી ક્ષેચ્છાના ત્યાગ કરીને કરે તે સાત્ત્વિક તપ કહેવાય. જે તપ માનની આશાએ દંભપૂર્વક કરવામાં આવે તે રાજસ જાણવું, અને જે તપ પીડાઈ ને દુરાગ્રહથી કે પારકાના નાશને અર્થે કરવામાં આવે, જેમાં શરીરમાં રહેલા આત્માને નિરક ક્લેશ થાય તે તપ તામસ છે. દેવું જોઈ એ તેથી દીધેલું, કલેચ્છા વિનાનું, દેશકાળપાત્ર જોઈ તે દીધેલું દાન સાત્ત્વિક છે. જેમાં બદલાની આશા છે, ને જે દેતાં સંક્રાય છે તે દાન રાજસ છે, દેશકાળાદિને વિચાર કર્યો વિના તુચ્છકારીને કે માન વિના આપેલું દાન તે તામસ છે. વેદાએ બ્રહ્મનું વર્ણન આમ્ તત્સતારૂપે કર્યું છે, અને તેથી શ્રદ્ધાળુ યદાનતપ આદિ ક્રિયા એનું ઉચ્ચારણ કરીને કરે. આમ એટલે એકાક્ષરી શ્રૃા. તત્ એટલે તે. સત્ એટલે સત્ય યાણુરૂપ એટલે કે ઈશ્વર એક છે, એ જ છે, એ જ સત્ય છે, એ જ કલ્યાણુ કરનાર