પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
ગીતાબોધ.

લાપ સાત્ત્વિક સુખ એ, જેમાં દુઃખને અનુભવ નથી; જે ભલે આરંભમાં ઝેર્ જેવું લાગે પણ આપણે જાણીએ છીએ, કે પરિણામે તે જ અમૃતસમ છે, અને જેમાં આત્મા પ્રસન્ન રહે છે. વિષયભાગમાં જે આરંભે મીઠું લાગે છે, પણ પાછળથી ઝેર જેવું થઈ પડે છે તે રાજસ સુખ છે. અને જેમાં કેવળ મૂર્છા, આળસ, નિદ્રા જ રહ્યાં છે તે તામસ સુખ છે. આમ વસ્તુમાત્રના ત્રણ ભાગ પાડી શકાય, બ્રાહ્માદિ ચાર વર્ણ પણુ આ ત્રણ ગુણેના ઓછાવત્તાપણાને લીધે પડયા છે. બ્રાહ્મણના કર્મીમાં શમ, દમ, તપ, શૌચ, ક્ષમા, સરળતા, જ્ઞાન, અનુભવ, આસ્તિકતા હોવાં જોઈ એ. ક્ષત્રિયમાં શૌય, તેજ, ધૃતિ, દક્ષતા, યુદ્ધમાં પાછા ન હઠવું, દાન, રાજ્ય ચલાવવાની શક્તિ હાવાં જોઈએ. ખેતી, ગારક્ષા ને વેપાર તે વૈશ્યનું કર્યું છે, તે શુદ્રનું સેવા. આને એવા નથી, કે એક બીજાના ગુણ એક બીજામાં ન ન જ હાય, અથવા એ ગુણેા કેળવવાન અ