પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૬
ગીતાબોધ.

તાબાપ જેણે પાંચ વિષયાને છેડયા છે, જેણે રાગદ્વેષ જીત્યા છે, જે એકાંતસેવી એટલે અંતર્ધ્યાન રહી શકે છે, જે અલ્પાહાર કરી મનવચનકાયા અંકુશમાં રાખે છે, ઈશ્વરધ્યાન જેને નિરંતર રહ્યા કરે છે, જેણે અહંકાર, કામ, ક્રાષ, પરિગ્રહ ૪, ત્યજ્યાં છે, તે શાંત ચેાગી બ્રહ્મભાવને પામવા ચેાગ્ય છે, આવા મનુષ્ય બધા પ્રત્યે સમભાવથી રહે છે. તે શાક નથી કરતા. આવા ભક્ત ઈશ્વરતત્ત્વ યથા જાણે છે, અને ઈશ્વરમાં લીન થાય છે. આમ જે ભગવાનને આશ્રય લે છે તે અમૃતપદ પામે છે. તેથી ભગવાન કહે છે : અધું મને અણુ કર, મારામાં પરાયણ થા, અને વિવેકબુદ્ધિને આશ્રય લઈ મારામાં ચિત્ત પરાવી દે, એમ કરીશ તા બધી વિટબણા વટી જશે, પશુ જે હુંપદ રાખી મારું સાંભળશે નહિ તે વિનાશ પામશે. સે। વાતની એક વાત તા એ છે, કે બધી ભાંજગડના ત્યાગ કરી મારું જ શરણુ લે, એટલે તું પાપમુક્ત થઈશ. જે તપસ્વી નથી,