પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ગીતાબોધ.

તાબાધ માર્ગે ભક્તિ સધાય તે ભક્ત કાને કહેવાય એ હું તે! તને કહી દઉં, ભક્ત કાઈ ના દ્વેષ ન કરે, કાઈના પ્રત્યે વેરભાવ ન રાખે, જીવમાત્ર સાથે મૈત્રી રાખે, જીવમાત્ર પ્રત્યે કરુણા કેળવે, આમ કરવા સારુ મમતા મેલે, પેાતે મટી શૂન્યવત્ થઈ જાય. દુઃખ સુખ સરખાં ગણે, કાઈ દોષ કરે તેને ક્ષમા આપે (એમ જાણીને કે પોતે પેાતાના દેાષા સારુ જગત પાસે ક્ષમાના ભૂખ્યા છે), સંતેષી રહે, પેાતાના શુભ નિશ્રયેામાંથી કદી ડગે નહિ, મન બુદ્ધિથી માંડીને બધું મને અપે એનાથી લેાકાને ઉદ્દેગ ન થાય, તે ન ડરે, તે પોતે લેાકાથી ન દુ:ખ માને કે ડરે. માશ ભક્ત હર્ષ શાક ભય વગેરેથી મુક્ત હોય, તેને કશા પ્રકારની ઇચ્છા ન હોય, તે પવિત્ર હોય, કુશળ હોય; તેણે મેટા માટા આરભા છેાડવા હાય, નિશ્ચયમાં દૃઢ રહેતા અશુભ પરિણામ અનેને તે ત્યાગ કરે, એટલે કે તેને વિષે નિશ્ચિત રહે. તેને શત્રુ કાણુ ને છતા શુભ અને તા ભક્ત થવું છે. માગે તે સાધી લે.