પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
અધ્યાય ૩ જો.

અધ્યાયો અગ્નિના જેવા વિકરાળ છે અને ઇંદ્રિયા, મન, બુદ્ધિ બધાને પોતાના તાબામાં લઈ મનુષ્યને પછાડે છે. એટલે તું ઇયાને તે પહેલી જ કાબૂમાં લઈ લેજે, પછી મનને જીતજે ને એમ કરતાં બુદ્ધિ પણ તને વશ રહેશે, કેમ કે જોકે ઇંદ્રિય, મન ને બુદ્ધિ એક પછી એકથી ચડ્ડી જાય તેવાં છે છતાં તે અધાંના કરતાં આત્મા બહુ વધારે છે. માસને આત્માની પોતાની શક્તિનું ભાન નથી. એટલે જ માને છે કે ઇંદ્રિય વશ નથી રહેતી કે મન નથી રહેતું કે બુદ્ધિ કામ કરતી નથી. આત્માની શક્તિના વિશ્વાસ થયે। કે તુરત બીજું બધું સહેલું થઈ પડે છે. તે જેણે ઇંદ્રિયા, મન ને બુદ્ધિને ઠેકાણે રાખ્યાં છે તેને કામ, ક્રોધ કે તેનું અસંખ્યનુ લશ્કર કઈ જ કરી શકતું નથી. આ અધ્યાયને મેં ગીતા સમજવાની ચાવી કહેલ છે, અને તેને એક વાક્યમાં સાર એ જોઈએ છીએ કે જીવન સેવાને સારુ છે, તેથી આપણે જીવનને ભાગને સારુ નથી.’ -