પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભૂમિકા ... આશ્રમમાં પળાતાં મતા વિષે, યજ્ઞ વિષે અને વ્રતની આવશ્યકતા વિષે આપણે વિચારી ગયા. *હવે જે પુસ્તકનું આપણે દર પખવાડિયે રાજ ઘેાડુ કરીને એક પારાયણ કરીએ છીએ ને મનન કરીએ છીએ, જેને આપણે સારુ આધ્યાત્મિક દીવાદાંડીરૂપ કરી મૂકયુ' છે, તેને હું જેમ સમજ્યે છુ તેમ વિચારી જવા ઈચ્છું છું. આવા વિચાર એક કાગળ ઉપરથી તે પહેલાં આવ્યે જ હતા. પણુ ગયે આવાડિયે ભાઈ...ના કાગળે મારી પાસે નિશ્ચય કરાવ્યેા. તે લખે છે કે, તે ‘ અનાસક્તિયોગ’ વાંચે છે પણ સમજવામાં મુશ્કેલી હુ પડે છે. સહુ સમજે એવી ભાષામાં અ મૂકવાના પ્રયત્ન કરતાં છતાં, શબ્દશઃ અનુવાદ આપતાં સમજવામાં મુશ્કેલી તા રહી જ છે. વિષય જ જ્યાં મુશ્કેલ હોય મંગળપ્રભાત ’ એ નામથી આ પત્ર પ્રસિદ્ધ થયા છે.