પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્યાં સહેલી ભાષા શું કરી શકે ? એટલે હવે વિષયને જ સહેલી રીતે મૂકવાના પ્રયત્ન કરવા ધારું છું. જે વસ્તુને આપણે હાલતાં ને ચાલતાં ઉપયોગ કરવા ઇચ્છીએ, જેની સહાયથી આપણી બધી અંતરની ગૂંચ ઉકેલવા પ્રયત્ન કરીએ છીએ, તે ગ્રંથ જેટલી રીતે, જેવી રીતે સમજાય તેવી રીતે સમજીએ ને વારે વારે તેનું મનન કરીએ, તે છેવટે આપણે તે-મય થઈ શકીએ. હું તો મારી બધી મુશ્કેલીઓમાં ગીતામાતા પાસે દોડી જાઉ છું ને આજ લગી આશ્વાસન મેળવી શકો છું. તેથી જેએ તેમાંથી આશ્વાસન મેળવનારા છે તેમને કદાચ, જે રીતે હું તે રાજ રાજ સમજતે જાઉ છું, તે રીત જાણુતાં કંઈક વધારે મદદ મળે અથવા તેગ્મે નવું જ કઈ ભાળે એ અસંભવત નથી.” ' તા. ૪-૧૧-૩૦ ચરાડા લ