પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રાસ્તાવિક ગીતાજી એ મહાભારતનેાં એક નાનકડ વિભાગ છે. મહાભારત ઐતિહાસિક ગ્રંથ ગણાય છે, પણ આપણે મન મહાભારત અને રામાયણુ ઐતિહાસિક ગ્રંથ નથી પણ ધર્મગ્રંથ છે. અથવા તેને ઇતિહાસ કહીએ તે તે આત્માને ઇતિહાસ છે. અને તે હજારા વર્ષ પૂર્વે શું થયું તેનું વર્ણન નથી, પણ આજે પ્રત્યેક મનુષ્યદેહમાં શું ચાલી રહ્યું છે તેના ચિતાર છે. મહાભારત અને રામાયણ બંનેમાં દેવ અને અસુરની રામ અને રાવણની વચ્ચે રાજ ચાલતી લડાઈનું વર્ણન છે. આવા વર્ણનમાં ગીતા એ કૃષ્ણે અર્જુન વચ્ચેને સવાદ છે. તે સંવાદનું વર્ણન અંધ ધૃતરાષ્ટ્રની પાસે સંજય કરે છે. ગીતા એટલે ગવાયેલી. આમાં ઉપનિષદ અધ્યાહાર છે. એટલે આખા અથ ગવાયેલી ઉપ- નિષદ થયેા. ઉપનિષદ એટલે જ્ઞાન મેધ. એટલે ગીતાને અર્થે શ્રીકૃષ્ણે અર્જુનને આપેલે માધ - --