પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એમ થયે. આપણે એમ સમજીને ગીતા વાંચવી ઘટે કે, આપણા દેહમાં અતર્યામી શ્રીકૃષ્ણ-ભગવાન –આજે બિરાજે છે, ને જ્યારે જિજ્ઞાસુ અર્જુનરૂપે થઈ ને ધસકઢમાં 'તાઁની ભગવાનને પૂછીએ, તેનું શરણુ લઈ એ, ત્યારે તે આપણને આપવા તૈયાર જ છે. આપણે સૂતા છીએ. અતર્યાંમી તેમ નિત્ય જાગતા છે. આપણામાં જિજ્ઞાસા થાય તેની તે વાટ જોઈ એડો છે. પણુ આપણને તે સવાલ પૃછતાં નથી આવડતા, સવાલ પૂછવાનું મન પણ નથી થતું. તેથી ગીતા જેવા પુસ્તકનું રાજ ધ્યાન ધરીએ છીએ. તેનું મનન કરતાં કરતાં આપણામાં ધજિજ્ઞાસા પેદા કરવા ઇચ્છીએ છીએ, સવાલ પૂછતાં શીખવા ઇચ્છીએ છીએ, અને જ્યારે જ્યારે ભીડમાં આવીએ ત્યારે આપણી ભીડ મટાડવા આપણે ગીતાની પાસે દોડી જઈ એ છીએ ને તેની પાસેથી આષામન લઈ એ છીએ. આ દૃષ્ટિએ ગીતા વાંચવાની છે. તે આપણને સદ્ગુરુ- રૂપે છે, માતારૂપે છે, તે આપણે વિશ્વાસ રાખવા ઘટે છે કે તેના ખેાળામાં માથુ* મૂકવાથી આપણ મહીસલામત રહીશું. ગીતાની પાસેથી આપણી