પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
ગીતાબોધ.

એક ચીલાચાર કહેવાય અને ખીજી તે પરા પ્રકૃતિ છે. એ જીવરૂપ છે. આ બે પ્રકૃતિમાંથી એટલે દેહુજીવના સબંધથી આખું જગત થયું છે. તેથી બધાનાં ઉત્પત્તિ અને નાશનું કારણ હું છું. જેમ માળાને આધારે તેના મણકા રહેલા છે તેમ જગત મારે આધારે રહેલું છે. એટલે કે પાણીમાં રસ તે હું છું, સૂર્યચંદ્રનું તેજ , વેદાના એકાર હું, આકાશને અવાજ પુરુષોનું પરાક્રમ , માટીમાં સુગંધી હું, અગ્નિનું તેજ હું, પ્રાણીમાત્રનું જીવન હું, તપરવીનું તપ હું, બુદ્ધિવાળાની બુદ્ધિ હું, ખળવાનનું શુદ્ધ બળ હું, જીવમાત્રમાં રહેલી ધમની વિરોધી નહિ એવી કામના હું. ટૂંકામાં સત્ત્વ, રજસ અને તમસમાંથી ઉત્પન્ન થતા જે જે ભાવેા છે તે બધા મારામાંથી ઉત્પન્ન થયેલા જાણુ, અને તે મારે આધારે જ રહી શકે છે. આ ત્રણ ભાવમાં કે ગુણામાં ચીપચી રહેલા લોક મને અવિનાશીને ઓળખી શકતા નથી એવી મારી ત્રિગુણી ભાયા છે. તેને તરી જવી શુ છે,