પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
ગીતાબોધ.

મીતાભાષ હું ખા જગતમાં તે વ્યાપક છે, જગત તેને આધારે નભે છે. તે જગતને આધારે નથી. વળી એક રીતે એમ પણ કહેવાય છે કે આ પ્રાણીઓ મારામાં નથી ને હું તેમનામાં નથી. જો કે હું તેમની ઉત્પત્તિનું કારણ શ્રુ ને તેમના પોષણકર્તા છું. તે મારામાં નથી અને હું તેમનામાં નથી, કેમ કે તેએ અજ્ઞાનમાં રહી મને જાણતાં નથી, તેમાં ભક્તિ નથી. આ મારા ચમત્કાર છે એમ તું જાણુ. પણ હું પ્રાણીઓમાં નથી એમ લાગે છતાં વાયુની જેમ બધે છવાઈ રહ્યો છું. અને બધા જીવે યુગના અંત થતાં લય પામે છે ને ઋાર ભ થતાં પાછા જન્મે છે. આ કર્મોના કર્યાં હું છું છતાં તે મને બંધન કરનારાં નથી, કેમ કે તેમને વિષે મને આસક્તિ નથી, તેમને વિષે હું ઉદાસીન છું. તે કર્મો થયા કરે છે કેમ કે એ મારી પ્રકૃતિ છે, મારા સ્વભાવ છે. પશુ આવા મને લા એળખતા નથી તેથી તે નાસ્તિક રહે છે, મારી હસ્તીના જ નકાર કરે છે. આવા લોકો ફાકટની