પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
ઘાશીરામ કોટવાલ.


૩ રશિયાના બાદશાહનો હીરો ૧૯૫ રતિભાર છે, ને તે ખબુતરના ઇંડા જેવડો છે. તે ઘસીને પહેલદાર બનાવેલ છે. તે રુશિયાની રાણીએ લઇને તે આપનારા પુરુષને એક લાખ રૂપીઆ ઇનામ, ચાળીસ હજાર રૂપીઆની સાલ તથા ઉમરાવનો ખિતાબ આપેલો છે.

૪ પોર્તુગાલના રાજાનો હીરો ૧૬૮૦ રતિભાર છે, ને અનુમાનથી તે હીરો ખડબચડા બેરંગી પોખરાજ જેવો છે; ને તેના વજન ઉપરથી કીમત કરતાં પાંચ ક્રોડ ચોસઠ લાખ અડતાળીસ હજાર રૂપીઆની છે.

ઘા૦— કોહીનુર હીરો મૂળ આ દેશની રાજધાનીનો હતો, તેથી શ્રીમંત સવાઇ માધવરાવને લાયક છે.

મુ૦— શ્રીમંતની મરજી હોય તો કાબુલ કંદહાર ઉપર ચહડાઇ કરી, તે હીરો લાવવાની તજવીજ કરે.

ઘા૦— કાબુલ કંદહારના લોકો સાથે પાણીપતમાં લડાઇ થઇ હતી. તેમાં ખુદ નાના સાહેબ હતા. તે એ લડાઇ વિષે વાત કહે છે; તે ઉપરથી અફગાન લોક ખરેખરા રાક્ષસ છે એવું ભાસે છે. હાલ શ્રીમંતની ઉમર નહાની છે. તે મોટા થયા પછી તોપખાનું તથા સ્વાર શિરબંદી ફિરંગીના જેવું તૈયાર કરી કાબુલ ઉપર ચહડાઈ કરવી કાંઇ મુશ્કેલ નથી.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૨૪.

ઘા૦— આ બીજા ત્રણ નકશા શાના છે ?

મુ૦— વિજાપુરની સલતનતની જુમામસીદ તથા તેના ગોળ ઘુમટની મોટી ઇમારતનો, તથા મલીકમૈદાન ઉર્ફે મહાકાળી નામની તોપ બનાવેલી છે તેનો આ નકશો છે.

ઘા૦— વીજાપુરનો ઇતિહાસ તમને માલુમ છે ?

મુ૦— થોડો ઘણો માલુમ છે. દક્ષિણ પ્રાંતમાં બ્રાહ્મણોનું રાજ્ય નહીં સરખું થયા પછી અબદુલ મુજાફર, જેને ઈસુફ આદિલશાહ કહે છે, તેણે વિજાપુરની અદલશાઈ સલતનત ઉભી કરી. તે સલતનત સને ૧૪૮૯ ની શાલમાં ભીમા નદીથી વિજાપુર સુધી ચાલતી હતી. બાદ ગોમાંતક દેશ ફિરંગી પાસેથી લઇને અદીલશાહે સમુદ્રના કાંઠાસૂધી પોતાનો અમલ ગેામાંતકથી તે મુંબઈ સુધી પહોંચાડ્યો ને તેણે વિજાપુરનો કોટ બાંધ્યો. બાદ તે સને ૧૫૧૦ માં મરણ પામ્યો. તેના વંશના સાત બાદશાહ ગાદી ઉપર બેઠા; તેમાં છેલ્લા શિકંદર અલીશાહ થયા તેની કારકીર્દીમાં સને ૧૬૮૯ માં