પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૭
ઘાશીરામ કોટવાલ.

કૃતિ કરનાર ફક્ત બ્રાહ્મણ જ છે એમ નથી. કેટલાક મ્હાર, ઢેડા ને મુસલમાન સુદ્ધાં એવી ઠગબાજી કરીને લોક પાસેથી પૈસા ધુતી લે છે.

કો૦— એ શી રીતે કરે છે, તે તમારા જાણવામાં છે ?

મુ૦— હા, મને ખબર છે. મરજી હોય તો કરી બતાવું એમ કહીને મુનશી બહાર જઈ ઘોડાની પુછડીના પાંચ દશ બાલ લાવ્યો, ને તે એક બીજાને યુક્તિથી બાંધવા લાગ્યો; તે જોઈને માંત્રિક બાવા કાંઈ બહાનું કરીને ઉઠવા લાગ્યા. તે વખત કોટવાલે તેને બેસવાનો ઘણો આગ્રહ કર્યો; પણ તે ન સાંભળતાં ભટજી ચાલ્યા ગયા. બાદ મુનશીએ તે બાલનો એક છેડો એક રૂપાની વાડકીને ગુંદરથી ચોટાડ્યો, ને બીજે છેડો પોતાના હાથમાં રાખીને કોટવાલ તથા બીજા કેટલાક લોકોને ઘરમાં એક કોટડીમાં લઈ ગયા, ને તે કોટડીની સઘળી બારીઓ બંધ કરી અંધારું કર્યું ને એક દીવો ત્યાં કર્યો. પછી એક હાથમાં અડદના દાણા ને એક હાથમાં બાલ રાખી, વાડકા - આગળ મૂકીને તે ઉપર અડદ છાંટી “ચલ બે” “ચલ બે” એમ કહી પોતે ઉઠીને હળવે હળવે ફરવા માંડ્યું. તે વખત તેની પાછળ વાડકી ચાલવા લાગી. બાદ નીમાળાને છેડે પાઘડીના તોરાએ, પગે તથા અંગરખા વગેરે ઠેકાણે બાંધીને વાડકીને બેસાડી, સુવાડી, તથા આગળ હઠાવી બતાવી. આ સઘળો પ્રકાર કરી બતાવ્યો; પણ ઘોડાની પુછડીનો વાળ કાળો હતો, તે કારણથી તે કોટડીમાં અંધારું કર્યા બાદ કોઈના જોવામાં આવ્યો નહીં. પછી એ પ્રમાણે જ યુક્તિ કરીને પૈસા તથા રૂપીઆને મીણ ચોંટાડી તે મીણની નીચે બગાઈ વગેરે ન્હાનો જીવડો ચોટાડી ચલાવે છે, તે વાત સમઝાવી દીધી. તે વખત કોટવાલની પક્કી ખાત્રી થઈ. પછી કોટડીની બારીઓ ઉઘાડી નાંખીને બોલવું થયું તે:—

કો૦— મુનસી સાહેબ, તમે ખુબ કરી ! હવે પિશાચ નડે છે ને તેથી માણસ તરેહવાર ચમત્કાર કરે છે તે શું છે તે કહો.

મુ૦— સઘળાનાં ધર્મ પુસ્તકમાં ફિરસ્તા, રાક્ષસ તથા દેવદૂત છે, એવું કહેલું છે, ને તેની અનેક જાતિ છે. તેમાં કેટલાંક સારા સ્વભાવનાં ને કેટલાંક નઠારા સ્વભાવનાં છે. તેમાં બીજી પદવીનાં ભૂતને દેહ હોય છે, એવો પણ કોઈનો મત છે. તેએાની કદાચ પરમેશ્વરે એવી યોની ઉત્પન્ન કરી હોય તો તે ભૂત તમારા મારા ઘરમાં આવીને પીડા કરે છે, એ સમજણ ખેાટી છે; કારણ કે માણસના શરીરની રચના ઘડિયાળની અંદરના યંત્ર જેવી છે; ને તે ઘડિયાળમાંના યંત્રને હવા તથા પાણી લાગવા ન દેતાં તથા ધકકા અથવા ઠોકઠાક ન કરતાં એમને એમ સંભાળી રાખી વખતસર કુંચી