પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
ઘાશીરામ કોટવાલ.

મરતાં વેંત પિશાચ થઈને રાત્રની વખતે લોકના ઘરમાં પેસી તેઓનાં લેાહી ચૂસતો એવી વાત ઉડી ને તેના ઉપદ્રવથી બીજા ચાર જણ ગુજરી ગયા, એમ લોકોના જાણવામાં આવ્યું. તે ઉપરથી તે શહેરના કોટવાલે સરકારી હોદ્દાથી કબરસ્તાનમાં જઈને, તે ઘાસવાળાની કબર તથા તેની પીડાથી મરેલા ચાર જણની, કબર વિધિ પ્રમાણે ખોલાવી, ને તે પાંચે મુડદાનાં આંગમાં મેખો ઠોકાવી તે મુડદાં પાછાં દાટી કબરો પાછી દુરસ્ત કરાવી લીધી; પણ એટલા પરથી લોકોના મનની શાંતિ ન થતાં તે ઘાસવાળો તે જ મુજબ લોકોને પીડા કરે છે ને તેણે જે ઢોરોનાં લોહી સોસી લીધાં તેનું માંસ જેણે થોડું થોડું ખાધું તે મરી ગયાં, એવો મોટો હાહાકાર થયો. તે ઉપરથી સરકારના હુકમ પ્રકાણે સત્તર કબરો ખોલી તેનાં મુડદાં ઉપર ભૂત થયાનું તોહમત મૂકી, તે તેહમત તપાસ કરતાં સાબીત થવાથી તે મુડદાંને શિક્ષા ઠરાવી. તેને બાળી રાખ કરી, ને તે રાખ નદીમાં નાંખી દીધી. તો પણ લોકોના મનનું સમાધાન થયું નહિ. આખરે તે ઘાસવાળાનું મુડદું કબરમાંથી પાછું બહાર કહાડી છ દિવસ સુધી બહાર રાખ્યું. બાદ ફાંસી દેવાના થાંભલા પાસે દાટ્યું. ત્યાંથી પાછું બહાર કહાડીને તેનું માથું તથા હાથ પગ કાપી નાંખી તેનું પેટ ચીરી તેમાંથી તેનું કાળજું બહાર કહાડ્યું. બાદ કાળજું તથા લાસ બાળી રાખ કીધી. તે રાખ કોઈને હાથ ન લાગે વાસ્તે સંભાળીને એક થેલીમાં ભરી, તે થેલી નદીમાં નાંખી દીધી.

ઘા૦— જ્યારે એ સઘળું ખોટું છે, ત્યારે ફલાણા માણસે પિશાચ થયલું નજરે જોયું એવું ઘણા લોક કહે છે, તેનું કારણ શું ?

મુ૦— તમારા લોકો ઘણું કરીને લાસને બાળી રાખ કરે છે; ને અમારા ખ્રિસ્તિ ધર્મના લોક મુડદાને દાટે છે, તેની આખરે ખાક એટલે માટી થઈ જાય છે, એ વાત દુનિઆમાં જાણીતી છે. કોઈ શ્રીમંત લોક મુડદામાં ખુશબો વગેરે મશાલો ભરે છે, પછી લાકડાની પેટી બનાવી તેમાં તેને ઘાલી, પેટી બંધ કરી ધાતુના પત્રાંથી મ્હડાવે છે; તેથી તે લાસ ઘણા વર્ષ સુધી ટકે છે એવી લાસો મિસર દેશમાં એક મ્હોટું ભોંયરું છે તેમાં હજારો વર્ષ ઉપર મૂકેલી હાલમાં હાથ આવે છે. જે વખત માણસ પેદા થાય છે, તે વખત તેનું જેટલું શરીર હોય છે તેટલું જ તેના મરવા સૂધી રહેતું નથી. તેમાં વીસ અથવા ચાળીસ વર્ષનો કોઈ માણસ મરણ પામ્યા હોય, તેના શરીરને અગ્નિએ અથવા જમીને નાશ કર્યો હોય, ત્યાર પછી તે ભૂત થવાનો હોય તો તે કયા રૂપમાં થાય? ને પંચતત્વ જેને તમે પંચમહાભૂત કહો છો, તેમાંથી ભૂમિતત્વ જે પદાર્થમાં નથી, તે પદાર્થનો