પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
ઘાશીરામ કેાટવાલ.

કર્યાં, એટલે તે પિશાચ જેવો સખસ આંગ ઉપર કપડું ઓઢેલું ને મોહોડું પ્રેતના જેવું હતું, તે સુવાના ઓરડામાં આવી બારણા પાસે એક ખુરશી ઉપર બેઠો, ને ભયંકર રીતે ડોલા ફેરવીને ચ્હેરો વાંકો ચુંકો કરવા લાગ્યો. તેથી તે એારડામાં સુનારાં તેની સામે જોઇ શક્યાં નહીં; ધણી અને ધણિયાણી બંને ગભરાઇને મ્હોડા ઉપર લુગડું ઓઢી બિછાનામાં સુઇ રહ્યાં ને ચાકરડી પણ તેના પલંગ પાસે બેહોશ થઈને પડી. ઘરમાં ચારે તરફ ગરબડાટ ચાલ્યો, તેથી બધાને ઘણી બ્હીક લાગી. થોડીવાર પછી ગડબડ કમી થઇ ને નિરાંત થયા પછી ઘર ધણીએ માથું ઉંચકીને ખુરશી સામે જોયું તે પિશાચ માલુમ પડ્યો નહીં; તેથી ધીરજ રાખી ઓરડાની બ્હાર આવ્યો ને જોયું તો ઘરમાંનો તમામ સામાન સરંજામ દીઠો નહીં. બાદ એવું માલુમ પડ્યું કે, એક નામાંકિત મ્હોટા ચોર આર્થર ચેમ્બર્સે તે પ્રેતનો વેશ લીધો હતો, ને જે માણસ તે ઘરમાં મુકામ કરીને રહ્યો હતો તે તેનો સોબતી હતો. આ મ્હોટો ચોર આખરે સને ૧૭૦૬ માં ફાંસીએ ગયો.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૨૮.

કો૦— અરે મુનશીજી, તમે ભૂતની તથા પ્રેતની ખરેખરી ખબર કીધી; પણ અમારા કેટલાક મંત્રી લોક હાથમાં કપુર સળગાવીને લે છે ને કેટલાક ધગધગતો અંગારો હાથમાં લે છે, તે શી રીતે છે તે કહેવાનું બાકી રહ્યું છે.

મુ૦— ભોળા લોકોને ઠગવાનો એ એક બીજો ઢોંગ છે. તમે કપુરનો સળગાવેલો કડકો જરા બારીક નજરથી જોશો તો તમને તે જ વખત દેખાઇ આવશે કે, કપુરનો કડકો ઉપરથી બળતો બળતો નીચે આવે છે. ને નીચેનો ભાગ છેવટે સળગે છે. આ કારણથી ઉપરનો ભાગ બળતો હોય તો તળેના ભાગની નીચેની ચીજને કાંઇ એકદમ આંચ લાગતો નથી. સબબ તમારા મંત્રીએાના હાથ તથા મ્હો દાઝતાં નથી. જો કપુરનો કડકો પૂરેપૂરો બળી જાય ત્યાં સુધી હાથમાં અથવા જીભ ઉપર રાખી મૂકો તો તેનાં તે અવયવો દાઝ્યા વગર રહે નહીં. હવે ધગધગતા અંગારા હાથમાં લે છે, તે એવી રીતે કે હળવે હળવે અંગારો હાથમાં લેવાની ટેવ પાડવી, એટલે હાથની ચામડી દાઝી દાઝીને મજબૂત થાય છે, તેથી દેવતાનો અંગારો તેવી ચામડીને બાળી શકતો નથી. એ શિવાય બીજી વનસ્પતિઓ એવી હોય છે કે, તેનો લેપ હાથે અથવા પગે કરે તો તે જગો એકદમ બળતી