પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩
ઘાશીરામ કોટવાલ.

નથી. હું વસ્તેવ વિષે તમોને વાત કહું to તે સાંભળતાં જ તમારા મનમાંથી મંત્રીએાની વાત નીકળી ગયા વગર રહે નહીં.

કો૦— તે વાત કેવી છે તે સંભળાવો.

મુ૦— સને ૧૬૭૧ ના વર્ષમાં ફ્રાન્સ દેશમાં રિચર્ડસન નામનો એક અગ્નિભક્ષક પ્રખ્યાત થયો હતો. તે ધગધગતા અંગારા ઉપર ગંધકનો કડકો મૂકીને ગળી જતો હતો. તે એકાદ વખત કાચનો રસ કરીને પી ગયો. બાદ ધગધગતો અંગારો પોતાની જીભ ઉપર મૂક્યો, ને કાલવ કરીને સમુદ્રના પાણીમાં પથ્થર ઉપર જીવ ઉત્પન્ન થાય છે, તે અંગારા ઉપર મૂકીને બ્હારથી બીજા પાસે ફુંક મરાવી તેને બાળી દીધો; પછી ડામર તથા મીણ, ગંધકના યોગથી પાતળું કરીને તેનો રસ પી ગયો.

કો૦— હશે, એ વાત સાંભળવા સરખી છે ખરી, પણ તમારા મુસલમાન લોકો વીરવિદ્યાથી માણસનું ડોકું કાપી ધડ નોખું કરે છે, ને મ્હોટા વજનદાર પથરા તથા લોઢાના ગોળા બારીક સુત્રો માણસની આંગળિઓ અથવા ખબુતરને પગે બાંધીને લટકાવે છે; ને કેટલાક કાલાટી પથ્થરના મ્હોટા ગોળાએા ઉંચે ઉછાળી પેાતાના હાથ ઉપર તથા પીઠ ઉપર ઝીલી લે છે, તેનું કારણ શું ?

મુ૦— વીરવિદ્યા કહે છે એ સઘળો ઢોંગ છે. મેં આપને એક વખત અંધારામાં ઘોડાના પુછડાના બાલથી રૂપાની વાડકી ચલાવી બતાવી, તે પ્રમાણે ખબુતરને પગે તથા માણસને આંગળે સુતરથી ગેાળાટાંગવાની દગલબાજીની એક રીત છે. તેમાં કાંઈ નવાઇ જેવું નથી. એ કપટ રાત્રે કરતાં ઠીક પડે છે. તેનો પ્રકાર એવો છે કે, જે કોટડીમાં વીરવિદ્યા બતાવવાની હોય છે, તે કોટડીમાં નીચેના બિછાનાને તથા આસપાસની ભીત તથા ઉપરની છતનો રંગ એક સરખો કરે છે; ને લોઢાની શીખ કરાવી જરૂર પ્રમાણે છતે ટાંગે છે અથવા જમીન ઉપર ઉભી કરે છે, ને તે લોઢાના સળિયાનો રંગ તથા આસપાસની ભીતનો રગ એકસરખો હોવાના કારણથી, તથા તે જગે ઉજેશ કમ રાખેલો, તે કારણથી દસ હાથ દૂર ઉભા રહેલા તમાશગીરોને તે લોઢાના સળિયા દેખાતા નથી, ને સુતરનો રંગ જુદો હોવાથી તે સાફ દેખાય છે. આ સબબથી સુતરના જોર ઉપર પથ્થર અથવા લોઢાનો ગોળો ટંગાઈ રહેલો દેખાય છે. હવે માણસનું માથું તથા ધડ કાપેલું દેખાય છે તે હિકમત કરવાને બે માણસ જાઇએ. તેમાં એક જણને જમીનમાં દાટી ફકત ડોકું બહાર રાખે છે ને બીજા માણસને દિવાલમાં અથવા તેના ખભા સૂધી પડદો નાંખી તેનું માથું દિવાલમાં નમાવી દે છે, અથવા પડદાની અંદર બીજી બાજુએ