પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કોટવાલ.


ઘા૦— એ બખત કહને કા નહીં, આપ ચુપી બેઠો, ઈસ લડકેકે બત્તીસ દાંત એાર જબાં તોડકે નિકાલુંગા; તબ મેરે દિલકા સમાધાન હોયગા, ઈસ વાસ્તે આપ કુછ બોલો મત.

સસરાજી જમાઇનો ગુસ્સો જોઇ ચુપ રહ્યા; પણ ઘાશીરામની ઓરતને પાંડુની દયા આવી, ને તેની મા કાશીબાઇને તુરત બોલવાવી માફી માંગવા મોકલી. તે ઘાશીરામની હજુરમાં જઇ મોટી આજીજીથી બોલવા લાગી:— અરે દાદા સાહેબ ! આપ અમારા અન્નદાતા છો, આજ લગી પાંડુને આપે છોકરા પેઠે પાળ્યો છે. તેની મૂર્ખાઈની વાત આપે મનમાં લાવવી નહીં જોઇએ; કેમકે એતો નાદાન છે. તેને એટલી બધી સમજ ક્યાંથી હોય? જરણ મરણ સઘળાને છે. એટલું બોલી એટલે કોટવાલને ઘેર એક ચુગલખેાર હતો, તે પાછળથી રુબરુમાં આવી બોલવા લાગ્યો કે, આ બાઈ હમણાં આજીજીની વાતો કરે છે; પણ રસ્તામાં તો કહેતી હતી કે સસરાજીની માઠી અવસ્થા કદાચ થઈ તો જમાઈના પંદર કારીગરો છે, તેમાંથી એક બેને બોલાવી એક બારી ખોદી કાહાડી સસરાજીને ગળે દોરડું બાંધી ચોકમાં ઉતારવા શું મુશ્કેલ છે ? પણ પાંડુ છોકરો છે તેથી તેને આ વાત ક્યાંથી સુઝ પડે ? આ હકીકત ચાડિયાના મોહોડાની સાંભળતાં જ કોટવાલ વાઘની માફક બોહતાળો કરી કાશીબાઈના આંગ ઉપર કુદી પડ્યા, ને તેના મ્હો પર એક લપડાક જોરથી મારી, તેથી તે બેહોશ થઈ પડી; તેના ઉપર લાતોનો માર મારવા લાગ્યા. તેનો આજુબાજુના લોકોએ આવી અટકાવ કર્યો; ને તેઓમાંના એક જણે ઠંડું પાણી લાવીને બાઇના મ્હોડા ઉપર તથા બદન ઉપર છાંટ્યું તેથી તે થેાડી હોંશમાં આવી એટલે કોટવાલે જમાદારને બોલાવી હુકમ કર્યો કે, એ રાંડની ઢેડ ફજેતી પાંડુને સાથે રાખીને કાહાડવી; ને એનું માથું મુંડાવી કપાળ પર તથા જીભ ઉપર ડામ દઈ બંનેને મુગલાઈ હદમાં કાહાડી મુકવાં. તે ઉપરથી સીપાઇઓ બંનેને લઈ જવા લાગ્યા; એટલામાં પાંડુનો બાપ તે રસ્તેથી જતો હતો, તેહેને અકસ્માત આ હકીકત માલુમ પડવાથી કોટવાલ પાસે દોડી આવી તેને પગે લાગ્યો, ને ખોળો પાથરી જીવતદાન આપો, એવી આજીજી કરવા લાગ્યો. તે વખત તેનું તથા કોટવાલનું બોલવું થયું તે:—

કોટવાલ— આ હરામખોર છોકરા અને રાંડે શું કર્યું છે તે તને માલુમ છે ?

રામભટ— મહારાજ, શું થયું?

કો૦— તે માહારાથી કહી શકાય નહીં, તું હ્યાંથી જા, જા.