પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘાશીરામ કોટવાલ.


રા૦— મેહેરબાની કરી મને થોડું સમજાવો. દાદા સાહેબ, કહો ! હું તમને પગે લાગું છું !

કો૦— અમારા સસરાવિષે તારો છોકરો તથા ઓરત કેવી ખરાબ વાત બોલ્યાં, તે આ હવાલદાર તને કહેશે, મારે મોહોડેથી એ વાત કાહાડી શકાતી નથી: એટલામાં હવાલદાર સામે આવી બોલવા લાગ્યો કે, સાહેબ ! એ રામભટે પણ ક્યાં કસર રાખી છે ? એમ આપ સમજશો નહીં. એ મહા કપટી છે. માળ ઉપર આવવાની અગાઉ આપને ન ઘટે એવી ગાળો દઇ કેહેતો હતો કે, “સસરાજીનો માઠો વખત આવે તો કારીગરો પાસે દીવાનખાનાની બારી તોડીફોડી નખાવવી ને દોરડું લાવવું એટલી તજવીજ કરવી, ને કુહાડી તો ઘરમાંજ છે. તે વતી સસરાજીના હાથ પગ કાપી નાખી જુદા કરવા: એટલે દાદરેથી નીચે લઇ જવા શું મુશ્કેલ છે?

કો૦— બસ બસ! એ બ્રાહ્મણનું ડહાપણ જાણ્યું. એને પકડો ને ધક્કા મારી બાહાર કાહાડો; અને વાનવડીના મેદાનમાં લઇ જઈ એક ઝાડ સાથે બાંધી ઉંધો લટકાવી એક મણ મરચાંની ધુણી દ્યો. અથવા એની ગાંસડી બાંધી સિંહગઢ ઉપરથી ગબડાવી દ્યો એટલે એ દુષ્ટને ઘટતી સજા થઇ.

આ પ્રમાણે હુકમ થયા પછી સિપાઈઓ રામભટને બાંધવા લાગ્યા; એટલામાં તેના બાપ મહાદેવ ભટ ઘરડા ૮૦ વર્ષના થોડા દિવસ પેહેલાં કેાકણથી પુને આવ્યા હતા. તેને પોતાના ઘરના લોકોવિષે ઉપર મુજબ ખબર મળવાથી ઉદાસ થયા; ને એક કાગળ ઉપર અરજી લખીને જીવવાની આશા ન રાખતાં કોટવાલ પાસે જઇ આ અરજી આપવી, એવો દિલ સાથે ઠેરાવ કરી માથે ટોપી ઘાલીને હાથમાં લાકડી લીધી, ને ધ્રુજતે ધ્રુજતે કોટવાલના ઘર આગળ આવ્યો; પણ હિંમત ન ચાલવાથી અરજી ટોપીમાં સંતાડી કોટવાલ પાસે માળ ઉપર ગયેા ને અરજ કરી બોલ્યો કે, એ ત્રણે જણમાં કેટલી અક્કલ છે; તેનો એ લોકોના બોલવા ઉપરથીજ આપે ખ્યાલ કર્યો હશે. પાંડુને તથા રામાને હું શિખવતા શિખવતા થાકી ગયો; પણ એઓને કાંઇજ અસર થઇ નહીં; ને આ બાઈ તો નેશ પગલાની અમારે પાલવે પડી છે; વાસ્તે મારા ઘરડપણ ઉપર નજર રાખી, એ ત્રણેને છોડી દેવાનો હુકમ કરવો જોઇએ. કોટવાલે ફરમાવ્યું કે એમ નહીં થાય. ત્યારે ઘણી આજીજી કરવા લાગ્યો, એટલામાં તેના માથા પરથી ટોપી પડી ગઈ, ને તેમાંથી એક કાગળનો કકડો નિકળી પડ્યો, તેમાં એવું લખેલું હતું કે “આપના સસરાજી માળ ઉપર મરી જાય તો તેમાં આપને કાંઇ ખર્ચ થવાનેા નથી. આપના તાબામાં નોબત, ઢોલ, તાંસાં તથા