પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
ઘાશીરામ કેાટવાલ.


ઘા૦— બાળક છોકરાંને પિશાચ નડે નહીં તેસારુ અમારા લોકોમાં એવી ચાલ છે કે, રામરક્ષાસ્તોત્ર એક બારીક કાગલ ઉપર લખી તેને ત્રાંબા અથવા રૂપાના માદળીયામાં ઘાલી, તે માદળીયું છોકરાંના કોટમાં બાંધે છે.

સ્મિથ— આગળના વખતમાં ગ્રીકલોકોમાં હોમર નામનો એક મોટો કવિ થઈ ગયો છે. તેણે તમારી વાલ્મીકિ રામાયણ જેવો ગ્રંથ કરેલો છે. તે ચામડાના એક કકડા ઉપર ઘણા બારીક અક્ષરે લખેલો છે. તેની પ્રત ઘણાક લોકો પાસે છે. તે ચામડાનો કકડો એટલો તો નાહનો છે કે, તે અખરોડની ફાડમાં માય છે.

જોન્સ— એક સખસે એક ગાડી બનાવી હતી. તેનો આકાર ઘઉંના દાણા જેવો હતો. તેમાં ગાડી હાંકનાર, એક મરદ તથા એારત એ પ્રમાણે બેઠેલાં હતાં અને તેને એક ઘોડો પણ જોડેલો હતો.

સ્મિથ— કોઇએ હાથીદાંતના કડકાનો એક રથ બનાવ્યો હતો, તેને ચારપૈડાં હતાં ને ચાર ઘોડા જોડેલા હતા. તેવું જ એક વહાણ ડોલ કાઠી સુદ્ધાં બનાવેલું હતું. તે એટલાં તો નાહાનાં હતાં કે, તે ઉપર માંખી બેઠી, એટલે તેહની પાંખથી રથ અને ઝાજ ઢંકાઈ ગયાં.

ઘા૦— નાશિકના એક કંસારાએ સોયના નાકામાંથી નિકળે એવી નાહની ગણપતિની મૂર્તિ બનાવીને માનાજી સીંધીયા પાસે આણી. તે જોઇને કારીગરને પાંચ હજાર રૂપીઆ આપી તે મૂર્તિ માનાજીએ લીધી હતી.

જોન્સ— લંડન શહેરમાં એક લુહારે લોઢું, પોલાદ ને પિત્તળના અગિઆર કકડાનું એક તાળું તથા કુંચી એવાં બનાવ્યાં હતાં કે, તે વજનમાં અરધી ચણોઠી ભાર હતાં. તે જ પ્રમાણે એક સોનીયે એક સોનાની સાંકળી ૪૩ કડીની બનાવી હતી; તેમાં તે તાળું તથા કુંચી પરોવીને તે સાંકળી એક જીવતા ચાંચડના ગળામાં પહેરાવી. તે ચાંચડ લઇને ચાલ્યો ગયો. એ તાળું, કુંચી, સાંકળી તથા ચાંચડ મળીને સર્વનું વજન પોણી ચણોઠી બરાબર હતું.

ર ચેરી નામનું ફળ બોર જેટલું હોય છે. તેના બીની એક જણે ટોપલી બનાવી હતી. તેમાં ચઉદ જોડ પાશા હતા, ને તે પાશા ઉપર ટપકાં તથા આંકડા મૂકેલા બરાબર દેખાતા હતા.

૩ રોમ શહેરમાં એક સખસ કેાતરેલી ચીજો દેખાડવા લાવ્યો હતો; તેમાં સોળસેં રકાબીઓ હતી. તે દરેકની આકૃતિ સંપૂર્ણ હતી. પરંતુ તે રકાબીઓ એટલી નહાની હતી કે, એક મરીના દાણાને કોરીને તેની દાબડી બનાવી તેમાં તે સોળસેં તબકડી મવડાવી હતી.